આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
કમાબાઈનાં લગ્ન

કહેવાય છે અને એક દિવસ તેને પતિને ત્યાં જવું જ પડે છે. તારા ભાગ્યમાં વિધાતાએ જે પતિ લખ્યો હતો તે તને મળ્યો, એમાં અમારો કે તારો કોઈનો કશો પણ દોષ નથી. હવે એ પતિને જ પરમેશ્વરરૂપ માનીને આર્યસ્ત્રીધર્મ અનુસાર આનન્દથી વર્તજે અને વારંવાર તારા કુશળ સમાચાર અમને કહાવજે. પુત્રિ, વધારે સુખમાં પડીને તારાં આ વિયોગદુઃખથી ઝૂરતાં માતાપિતાને વિસારી મૂકીશ નહિ; કિન્તુ સ્મરણમાં રાખજે. જા અને સુખિની થા !"

રાજબા જો કે એક સાધારણ ખવાસણ અને જામ હમ્મીરજીની રખાયત હતી, છતાં હમ્મીરજીના સહવાસમાં આવ્યા પછી તેનામાં એક આર્યસ્ત્રીને યોગ્ય સદ્‌ગુણોનો ઘણો જ સારો વિકાસ થયો હતો. તે એક રાણી કરતાં પણ વિશેષ લજ્જા અને મર્યાદાનું પાલન કરતી હતી અને એટલામાટે જામ હમ્મીરનો તેનામાં અપૂર્વ સ્નેહ બંધાયો હતો તથા પ્રજાના લોકો પણ એ બાઈની સહસ્રમુખે પ્રશંસા કરતા હતા. એવી એક સદ્‌ગુણમંડિતા માતા પોતાની પુત્રીને આવો ઉત્તમ ઉપદેશ આપે એ સર્વથા સ્વાભાવિક જ હોવાથી એ વિષયના વિવેચનની આવશ્યકતા નથી.

શુભ ઘટિકા જોઈને કમાબાઈએ પોતાના માડીજાયા ભાઈ અલૈયાજી, કેટલાંક દાસદાસી તથા રિસાલાના માણસો સહિત લાખિયાર વિયરામાંથી અમદાવાદ જવામાટે પ્રયાણ કર્યું.

પુત્રીના વિયોગથી માતાને પાછળથી અત્યંત દુઃખ થવા લાગ્યું. તેને ગૃહ સ્મશાનવત્ ભાસવા લાગ્યું. પુત્રીનાં બાલ્યાવસ્થાનાં રમવાનાં રમકડાં, વસ્ત્ર અને તેવી જ બીજી વસ્તુઓને નિહાળી તેના મનમાં અનેક પ્રકારના વિચાર ઉદ્‌ભવવા લાગ્યા અને તેની સાથે પુત્રીના સદાના વિયોગની સરખામણી કરતાં તેનું હૃદય શોકથી વિદીર્ણ થઈ જવા લાગ્યું. શોક તો હમ્મીરજીના મનમાં પણ એટલો જ થયો હતો, પણ તે પોતે પુરુષ હોવાથી તેણે પોતાના તે શોકને વ્યક્ત થવા દીધો નહિ; એટલો જ માત્ર ભેદ. પુત્ર પુરુષ હોવાથી તેનો ઘર કરતાં બહાર સાથે વધારે સંબંધ હોય છે અને તેથી તેની ગેરહાજરીથી ગૃહમાં એટલો બધો શૂન્યતાનો ભાસ થતો નથી પરંતુ પુત્રી તો નિરન્તર ગૃહના શૃંગારરુ૫ હોવાથી અને રાત્રિદિવસ ગૃહમાં જ વસતી હોવાથી તેના આમ અચાનક દૂર થવાથી કુટુંબિજનોનાં મનમાં અને તેમાં પણ ખાસ કરીને તેની જન્મદાત્રી માતાના મનમાં જે એક પ્રકારનો અનિવાર્ય શોક થાય છે. તેનું યથાર્થ વર્ણન કરવાને કોઈ પણ લેખકની લેખિની સમર્થ નથી. એ શોકનો આઘાત કેવો ભયાનક