આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૭ ]



આંતરરાષ્ટ્રીય અન્યાયોને અસરકારક રીતે દાબી દઈ શકે એવી કોઈ આંતરરાષ્ટ્રીય સરકારની ગેરહાજરી દરમિયાન જે લડાઈ થાય તેને આંતરરાષ્ટ્રીય કાનૂન અનુસાર હંમેશા કાયદેસર ગણવામાં આવી છે. પરદેશી ધૂંસરી નીચેથી પોતાની જાતને મુક્ત કરવા માટે લડાયેલી કોઈ પણ લડાઇ નૈતિક અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ પૂરેપૂરી વાજબી છે.

અમને જો એવું કહેવામાં આવે કે હિંદી સિપાહીઓ ઇંગ્લંડની આઝાદી માટે જર્મની સામે, ઈંગ્લંડને માટે ઈટલી સામે અને ઇંગ્લંડને માટે જાપાન સામે લડી શકે ખરા, પણ આઝાદ હિંદ સરકાર પોતાની જાતને ઇંગ્લંડ કે બીજા કોઈપણ દેશની ગુલામીમાંથી મુક્ત, ન કરી શકે, તો સાચે જ એ ઇન્સાફની છલના ગણાશે.

બેઉ રાષ્ટ્રો સ્વતંત્ર અથવા સાર્વભૌમ હોવાં જોઈએ એ લડાઈ માટે જરૂરી નથી. હાલ તુરત માટે જે સ્વતંત્ર્ય ન હોય તેવી પ્રજાઓને લડાઈ લડવા માટે સંગઠિત બનવાનો અધિકાર આધુનિક આંતરરાષ્ટ્રીય કાયદાએ માન્ય રાખ્યા છે. અને જો એવું લશ્કર ઊભું થાય અને લડાઈ લડે તો એના વ્યક્તિગત અફસરોના કાર્યને કોઈ પણ મ્યુનિસિપલ કાયદો ગુનો ગણી શકે નહિ.

એક રાજ્ય અને તેના રાજ્યકર્તા વચ્ચે લડાઇની હસ્તી હોઇ શકે એ સ્વીકારવામાં આવ્યું છે. ચાર્લ્સ પહેલા અને જેમ્સ બીજાના સમયમાં ઇંગ્લેંડના ઇતિહાસમાં શું એવી લડાઈઓ નથી લડાઈ ? બેાઅર લડાઇ પણ એવી જ લડાઇ હતી. લડાઇમાં કોણ હાર્યું તેની જરાય અસર લડવાના અધિકાર ઉપર તો થતી જ નથી. આવી લડાઈની તુલના એ જે રસમથી લડાતી હોય તેની ઉપરથી થાય છે.

આ૦ હિં૦ ફો૦ એક રીતસરના સંચાલનવાળી ફોજ હતી, અને એણે સુધરેલા શિરસ્તા મુજબ લડાઈ ચલાવેલી. યુ. એસ. એ. (અમેરિકા) માં ઉત્તર અને દક્ષિણ વચ્ચેની લડાઈ દરમિયાન બન્યું હતું તેમ