આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૬૬ ]

કામચલાઉ સરકારને સોંપી દેવાયાનું કહેવાયું છે. આ અંગે ફરિયાદપક્ષનું એમ કહેવું છે કે એનો વહીવટ એ કાંઈ મુકત કરાયેલા પ્રદેશોનો વહીવટ ગણાવી શકાય નહિ. છેલ્લે કેપ્ટન અરશદે અદાલતને જણાવ્યું કે મણિપુર રાજ્યમાં આ૦ હિં૦ ફો૦ એ કબજે કરેલા વિસ્તારનો વહીવટ આઝાદ હિંદ દળ ચલાવતું હતું. ફરિયાદપક્ષના વકીલે કૅ૦ અરશદના ૨૧મી જૂન ૧૯૪૪ ના એક કાગળ પ્રત્યે અદાલતનું ધ્યાન દોર્યું છે, જેમાં એમણે એમ જણાવેલું કે, આઝાદ હિંદ દળ નામની એક નવી સંસ્થા શરૂ કરવામાં આવી છે અને “આપણા વિજયી સૈન્યને પગલે પગલે એ હિંદુસ્તાનમાં જશે.” ફરિયાદપક્ષના વકીલે કહ્યું છે કે એમાંથી એવો અર્થ તારવવા જેઈએ કે એ તારીખ સુધી આઝાદ હિંદ દળ હિંદમાં પહોંચ્યું નહોતું અને તેથી એ વિસ્તારનો વહીવટ એ કરી શક્યું હોય નહિ.

'આંતરરાષ્ટ્રીય કાયદાની વિચારણા કરવા માટે નીચેની હકીકતો સાબિત થઈ ચૂકી છે એવો બચાવપક્ષને દાવો છે: (૧) કામચલાઉ સરકારની રીતસરની સ્થાપના અને જાહેરાત થઈ હતી. (ર) એ એક સુવ્યવસ્થિત સરકાર હતી. (૩) ધરીરાજયોએ એ સરકારનો સ્વીકાર કર્યો હતો. આ સ્વીકાર સાબિત કરે છે કે એ સરકાર રાજ્યસત્તા–પદે પહોંચી ચૂકી હતી. (૪) એ રાજ્યસત્તા પાસે એક સુસંચાલિત લશ્કર હતું અને રીતસરના નિમાયેલા હિંદી અફસરોની નીચે રહીને એ કાર્ય કરતું હતું. (૫) આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ હિંદની સ્વતંત્રતા મેળવવાનો હતે અને એની સાથેનો બીજો ઉદ્દેશ લડાઇ દરમિયાન બરમા અને ખાસ તો મલાયામાંના હિંદીઓનું રક્ષણ કરવાનો હતો. (૬) આ નવી હિંદી રાજ્યસત્તાએ બીજી કેાઈ પણ રાજ્યસત્તાની માફક પોતાના પ્રદેશો મેળવ્યા હતા. (૭) આ લડાઇ લડવા માટે એ રાજ્યસત્તા પાસે મોટા પ્રમાણમાં સાધન-સામગ્રી હતાં.