આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૬૮ ]

મંડાયો એનો અર્થ એ નથી કે ત્રણેયને એકસરખી સજા ફરમાવવી. સંયુક્ત આરોપોનો તે ત્રણેય સામેના પુરાવાઓની એકી સાથે અને એક જ સમયે રજૂઆત થઈ શકે એ સગવડ સાથે જ સંબંધ છે. તે સિવાય તે, દરેક આરોપીને પોતાની સામે પુરાવાઓની સ્વતંત્રપણે તુલના કરાવવાનો અને પોતાની સામેના અલગ અલગ ફેંસલા માગવાનો અધિકાર છે......

'બધા આરોપીએાએ એ વાત ભારપૂર્વક જણાવી છે કે આઝાદ ફોજ એ એક સંપૂર્ણપણે સ્વયંસેવક-સેના હતી અને એમાં માત્ર સ્વેચ્છાપૂર્વક જોડાયેલા સ્વયંસેવકો જ શામિલ હતા, અને સ્વદેશપ્રેમના ઉચ્ચમાં ઉચ્ચ ઇરાદાઓથી એ હમેશાં પ્રેરાયેલા હતા. બેશક જો કોઇ કૃત્ય ગુનેગારીભર્યું હોય તો તેની પાછળના ઈરાદાઓ એને ક્ષમા કરાવી શકે નહિ. પણ સાથે સાથે, આરોપીએાએ જે કહ્યું છે તે તમે સ્વીકારો - અને એનો ઇન્કાર કરવામાં આવ્યો નથી - તો પછી જો આરોપીઓને સજા કરવાની હોય તો તેમાં ઘટાડો કરવા માટેના વજનદાર સંજોગો હયાતી ધરાવે છે.'

અંતે, પોતપોતાના પક્ષેાની સુંદર રજુઆત કરવા બદલ અને આખા મુકદ્દમા દરમિયાન પોતાની સાથે સહકારથી કામ પાડવા બદલ જજ- એડવોકેટે બચાવપક્ષના ધારાશાસ્ત્રી શ્રી ભુલાભાઈની, સરકારી વકીલની અને લશ્કરી–વકીલ લેફ૦ કર્નલ વોલ્શની પ્રશંસા કરી તે પછી પ્રમુખશ્રીએ જાહેર કર્યું કે પોતાના ફેસલાની વિચારણા કર્યા બાદ અદાલત આવતા સોમવારે ફરી મળશે.