આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૨૦ ]

મુજબ એની જાહેરાત થયેલી. આઝાદ હિંદની કામચલાઉ સરકાર તરફથી આ૦ હિં૦ ફો૦ના માણસોને અપાનારા માનચાંદની એક યાદી એમાં અપાયેલી. એમાંનો એક હતો 'તમઘા-એ-શત્રુનાશ.' કોઈપણ બ્રિટિશ કે અમેરિકન અફસરને મારી નાખવામાં કે જીવતો પકડવામાં બહાદુરી અને કર્તવ્યનિષ્ટા દેખાડનાર આ૦ હિં૦ ફેા૦ના સિપાહીને એ એનાયત કરવામાં આવનાર હતો.

૧૯૪૫ની ૧૦મી એપ્રિલે કૅ. શાહનવાઝે યુનિટ નં. ૬૦૫, ૭૪૭ અને ૮૦૧ ને એક હુકમ મોકલીને જણાવ્યું કે એ રેજિમેન્ટેાને વિશાળ ક્ષેત્રમાં ફેલાઈ જવું પડશે. અને વડા મથક સાથેનો સંદેશ વ્યવહાર સરળ નહિ રહે; તેથી સર્વોચ્ચ કમાન્ડરની રજાથી ડિવિઝનના કમાન્ડર તમામ રેજિમેન્ટોના કમાન્ડરને સત્તા આપે છે કે ગંભીર શિસ્તભંગ, નિમકહરામી, ભાગેડુપણા કે બીજા કોઈ ગંભીર અપરાધ માટે કોઈ પણ માણસને એ મોતની સુદ્ધાં ગમે તે સજા ફરમાવી શકે છે.

૧૯૪૪ અને ૧૯૪૫ની સાલની કૅ. શાહનવાઝખાનની રોજનીશી પણ ફરિયાદપક્ષના હાથમાં આવી છે. તા. ૩૦ મી માર્ચ નીચેની એક નોંધ આ પ્રમાણે છે: 'બૂબી કેનેડી પીકથી પાછો ફર્યો. એને અહેવાલ દુઃખકર છે, આ૦ હિં૦ ફો૦ ની ચુનંદી રેજિમેન્ટને જાપાનીઓ મજૂરો તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ બારામાં કિમેવારીને મળવા હું આજે હાક જવાનો છું. મને થાય છે કે આ બધી એકપક્ષી સંયુકત-આબાદીનો અંજામ શું આવવાને હશે !'

૧૯૪૪ ની ૪ થી એપ્રિલની નીચેની બીજી એક નોંધ કહે છે કે એલ. ઈ. ટી. ડિવિઝનના કમાન્ડરને કૅ. શાહનવાઝ મળેલા. કમાન્ડરે આવતી લશ્કરી હિલચાલમાં પોતાનો ભાગ મુકરર કરવાની તક કૅ. શાહનવાઝને આપી હતી એમ નેાંધ કહે છે. એમની પસંદગી ઈમ્ફાલ ઉપર હુમલો કરવા પર ઊતરી.