આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૩૪ ]

વિષે એ અનેક કલ્પનાઓ જગાડે છે. એક સંસ્થાનનો શો દરજજો છે ! એ સંસ્થાન તો બ્રિટનનો ચોકિયાત કુત્તો જ રહે છે.

'અત્યારની પરિસ્થિતિમાં જેઓ આ૦ હિં૦ ફો૦થી અળગા રહે છે તેમને વિષે તો હું એટલું જ કહી શકું કે લશ્કરમાંની અત્યારની પરિસ્થિત્તિ માટે મારો દોષ ભાગ્યે જ કાઢી શકાય. બ્રિટન એક કટોકટીએ પહોંચી ચૂકયું છે. અને હિંદ છોડી જવાનું દબાણ તેની ઉપર લાવવા માટે મહાત્મા ગાંધીએ ત્રણ અઠવાડિયાંના ઉપવાસ શરૂ કર્યા છે. આ તો આખરી ફટકો છે; અને સમાધાન માટે હવે કોઈ શક્યતા નથી. તમારામાંના કેટલાક એ જાણવા આતુર હશે કે આ૦ હિં૦ ફો૦માંથી બાતલ થનારાઓનું શું થશે ? કમનસીબે અત્યારને તબકકે જાણી જોઈને આ૦ હિં૦ ફો૦ છોડી જવાનું પસંદ કરનારાઓ ઉપર મારો કોઈ કાબૂ નથી. જે અફસરો પોતાના અભિપ્રાયો ઉપર ફરી વિચાર કરવા ન માગતા હોય તેમણે મારી સમક્ષ હાજર થઈને તેમનાં કારણો જણાવવાં પડશે.'

સા૦– મારો મત બદલાવવાની મેં ના પાડી એટલે મને બીજા ઓરડામાં મોકલવામાં આવ્યો. અમે બધા ત્યાં ભેગા થયા પછી એક જાપાની અફસર સિંગાપુરની એક જુદી છાવણીમાં અમને લઈ ગયો. ત્યાંથી ત્રણ-ચાર દિવસે વળી બીજી એક છાવણીમાં અમને લઈ જવાયા. એ છાવણીમાં હું માંદો પડયો ત્યારે મને એક ઈસ્પિતાલમાં મોકલાયો. ત્યાં મને કહેવામાં આવ્યું કે જે લોકો આ૦ હિં૦ ફો૦માં જોડાવા ન માગતા હોય તેમને બીજી છાવણીમાં ખસેડાશે એ છાવણીમાં તબીબી સારવાર માટેની કોઈ સગવડ નહોતી. હું હજી ય બીમાર જ હતો અને તેથી મેં કહ્યું કે હું આ૦ હિં૦ ફો૦ માં જોડાઈશ ઇસ્પિતાલમાંથી રજા મળ્યા બાદ મેં અા૦ હિં૦ ફો૦ના જજ-એડવોકેટ તરીકેની ફરજ પાછી ૧૯૪૩નાં મેમાં સંભાળી. હું ફરી એમાં જોડાયો ત્યારની સંસ્થા જુદી હતી. સંચાલન કરનારું એક