આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૪૮ ]

ઉપરથી દુશ્મન હાંકી ન કઢાય તથા હિંદી પ્રજા ફરી વાર એક આઝાદ રાષ્ટ્ર ન બને ત્યાં સુધી આખરી વિજયમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને બહાદુરી અને ખંતપૂર્વક એ લડત ચાલુ રાખવાનો સાદ અમે હિંદી પ્રજાને કરીએ છીએ.'

આઝાદ હિંદની કામચલાઉ સરકાર વતી સહી કરનાર :

સુભાષચંદ્ર બોઝ (સરકારના વડા, વડા પ્રધાન, યુદ્ધ-પ્રધાન, પરદેશ–ખાતાના પ્રધાન).

કૅપ્ટન કુ. લક્ષ્મી (સ્ત્રીઓની સંસ્થા).

એસ. એ. અય્યર (જાહેરાત અને પ્રચાર ખાતું).

લેફ્ટેનન્ટ કર્નલ એ. સી. ચેટરજી(નાણાં ખાતું).

લેફ્ટેનન્ટ કર્નલ અઝીઝ અહમદ, લેફ૦ ક૦ એન. એસ. ભગત, લેફ૦ ક૦ જે. કે. ભોંસલે, લેફ૦ ક૦ ગુલઝારાસીંધ, લેફ૦ ક૦ એમ. ઝેડ. કિયાની, લેફ૦ ક૦ એ. ડી. લોનાથન, લેફ૦ ક૦ એહસાન કાદીર, લેફ૦ ક૦ શાહનવાઝ (ફોજીદળેાના પ્રતિનિધિઓ).

એ. એમ. સહાય (પ્રધાન-દરજજાના મંત્રી). રાશબિહારી બોઝ (સર્વોચ્ચ સલાહકાર). કરીમ ગની, દેવનાથ દાસ, ડી. એમ. ખાન. એ. યેલાપ્પા, જે. થિવી, સરદાર ઈશા૨સીંઘ(સલાહકારો). એ. એન. સરકાર (કાનૂની સલાહકાર).

શેનાન : એકટોબર ૨૧, ૧૯૪૩.