આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૬૪ ]

મળતું નહિ, એમનાં અપમાનો થતાં, મજૂરી કરાવવામાં આવતી અને બીમાર પડવા છતાં દાકતરી મદદ મળતી નહિ. એમને એમ કહેવામાં આવતું કે આ બધી હાડમારીમાંથી બચવાનો ઈલાજ એકજ છે – આ૦ હિં૦ ફો૦ માં ભરતી થઈ જવાનો. છતાં એમણે મચક આપી નહોતી. દિવસો, અઠવાડિયાંઓ અને મહિનાઓ સુધી જુલમો સહન કર્યા છતાં આ૦ હિં૦ ફેા૦માં પોતે કદી ભરતી થયા નહોતા એમ એમણે કહ્યું. છેવટે બીજા ૨૪૦૦ ની સાથે ૧૯૪૩ના મેમાં એમને ન્યુ ગિની મોકલવામાં આવેલા. ૧૯૪૪ના એપ્રિલમાં અમેરિકનો હેલેન્ડીઆ આવ્યા ત્યારે જમાદાર મહમ્મદ હયાત એમને મળી ગયેલા.

ઊલટ તપાસમાં સાક્ષીએ જણાવ્યું કે, “નાગરિકોની માલિકીની સાત ગાય ચોરી, તેની કતલ કરીને તેને ખાઈ જવાના ગુન્હાસર મેજર અઝીઝ અહમદે મારી ટૂકડીના માણસોને નજરકેદ છાવણીમાં મોકલ્યા હતા એ વાત ખોટી છે. આ૦ હિં૦ ફો૦માં ભરતી થવા મેં મારી જાતને રજૂ કરેલી પણ હું ભરોસાપાત્ર નહિ હોવાથી મને નકારવામાં આવેલો એ વાત ખોટી છે. આ૦ હિં૦ ફો૦માં ભરતી થવા હું કદી ગયો નથી.'

ફરિયાદપક્ષના તે પછીના ગુરખા સાક્ષી હવાલદાર વેાલીત બહાદુરે પણ સિંગાપુરની શરણાગતિ પછી આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું પોતાની ઉપર કેવું દબાણ થયું હતું અને ન જોડાવા બદલ કેવા જુલમો થયા હતા તેનું બયાન આપ્યું. સાક્ષી છેવટ સુધી એક નજરકેદ છાવણીમાં રહેલ અને અંગ્રેજો પાછા ફર્યા ત્યારે એમને મળી ગયેલ. કેદ-છાવણીમાં વારંવાર એમની સામે ભાષણ કરાતાં અને હિંદની આઝાદી ખાતર લડવા માટે ભરતી થવાનો આગ્રહ એમને કરવામાં આવતો.

ચૌદમા સાક્ષી પણ એક ગુરખા સિપાહી રવીલાલ હતા. સિંગાપુરમાં યુદ્ધકેદીઓની એક પછી એક નજર-કેદ-છાવણીઓમાં