આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૫ ]


એક હવાલદાર ગંગાસરણને પણ કૅ૦ સેહગલે માફી બક્ષ્યાની વાત સાક્ષીએ જણાવી.

ઑગસ્ટ ૧૯૪૩માં પોતે સિંગાપુરની એક છાવણીમાં હતા ત્યારે સાક્ષી અને બીજાઓની સમક્ષ ભાષણ કરતાં કર્નલ શાહનવાઝે કહેલું કે, “ આ૦ હિં૦ ફો૦ હિંદની સ્વાધીનતા માટે ઊભી કરવામાં આવી છે. બ્રિટિશ શાહીવાદ સામેજ નહિ, પણ હિંદની આઝાદીના માર્ગમાં અંતરાય કરનારાઓ અને હિંદને ગુલામ બનાવવા માગનારી બીજી કોઈ પણ સત્તા સામે પણ એ લડશે. જેણે બ્રિટિશ સરકારની ઘણી સેવા કરી છે એવા કુટુંબમાંથી હું આવું છું. પણ જેમ હઝરત ઈમામે સત્ય અને ઈન્સાફ માટે યુદ્ધ ચડવાનું નક્કી કર્યું હતું તેમ મેં પણ હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે મારી જિંદગીને ફના કરી દેવાનું નક્કી કર્યું છે. આઝાદી માટે ઝંખવું અને તેને માટે લડવું એ દરેક હિંદુસ્તાનીનો હક્ક છે.”

૧૯૪૫ના જાન્યુઆરીમાં પોપામાંના હિંદીઓની એક સભામાં કર્નલ શાહનવાઝે ભાષણ કરેલું કે, “ ચોથી ગેરીલા રેજિમેન્ટના કેટલાક માણસો નાસીને દુશ્મન સાથે મળી ગયા. આથી નેતાજીને ઘણું ઘણું દુ:ખ થયું છે. નેતાજી પોતે જ અહીં આવવા માગતા હતા પણ મેં નેતાજીને ખાતરી આપી છે કે હું જાતે આ બાબતમાં તપાસ કરીશ. આજે દુનિયાની આંખો આ૦ હિં૦ ફો૦ ઉપર મંડાયેલી છે. આ વખતે જો આપણે આઝાદી નહિ મેળવી શકીએ તો એકસો વર્ષ સુધી એ નહિ પામીએ. એટલે, નેતાજીની આગેવાની નીચે પોતાની જિંદગીનો ભોગ આપવાની સો એ સે ટકા તૈયારી તમારામાંથી કોની કોની છે એ મને કહો.”

ફોજમાંથી નાસી છૂટવાની કોશિશ કરવા માટે સાક્ષીને મોરચા પરથી કેદ પકડીને બીજા સોળની સાથે હથિયારબંધ પહેરા નીચે પગપાળા રંગુન મોકલવામાં આવેલ. રસ્તામાં માંગ્વે ગામે ૧૯૪૫ના