આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૧ ]


જુલાઈ સુધી હું આ૦ હિં૦ ફો૦માં રહેલો પણ તે એવા જ ઇરાદાથી કે જો તે પરદેશીઓની સ્વાર્થસાધકતા આગળ નમી પડે તો અંદરથી તેમાં ભંગાણ પડાવવું. પણ ૧૯૪૩ના જુલાઈમાં મને પૂરી ખાત્રી થઈ કે એ સ્વાધીનતાની એક સાચી સેના છે અને એની પ્રવૃત્તિઓમાં મેં પૂરા દિલથી ભાગ લીધો.

શરૂઆતમાં જ્યારે હું નીસૂન છાવણીનો કામાન્ડર હતો ત્યારે એમાં રહેતા યુદ્ધકેદીઓ માટેની આરોગ્યની વ્યવસ્થા, પાણી, રહેવા-જમવાની વ્યવસ્થા, તબીબી સારવાર, વ૦માં મેં સુધારો કર્યો હતો. હું કમાન્ડર હતો તે સમય દરમિયાન મારા હાથ નીચેનાં માણસોના દુર્ભાગી સંજોગોમાં સુધારો કરવો એ જ મારી મુખ્ય ઉમેદ રહી હતી. સિંગાપુરમાંની યુદ્ધકેદીઓની છાવણીઓની મુલાકાતે હું જતો અને આ૦ હિં૦ ફો૦માંથી મને મળતા ખિસ્સાખર્ચ, કપડાં અને દવાદારૂ એ કેદીઓમાં વહેંચતો. કુલાલુમ્પુરમાં હિંદી યુદ્ધકેદીઓ માટે રહેવાની સારામાં સારી સગવડો હું મેળવી શક્યો હતો દૂર પૂર્વમાંના કોઈપણ કેદીઓને અપાયેલી સગવડો કરતાં એ કદાચ વધુ સારી હશે. હું ત્યાં હતો તે દરમિયાન નિરાધાર હિંદીઓને પણ મેં મારાથી બનતી મદદ કરેલી. એમાંના કુડીબંધ માણસો ભૂખથી મૃત્યુ પામી રહ્યા હતા. બધા યુદ્ધકેદીઓને મેં એક દિવસ ઉપવાસ કરવાની અને એ રીતે બચાવેલો ખોરાક એ લોકોને મોકલાવવાની વિનંતી કરી હતી.

નેતાજી સુભાષચંદ્ર બોઝ આ૦ હિં૦ ફો૦ની આગેવાની લેવા સિંગાપુર આવવાના છે એવું જાણ્યા પછી ૧૯૪૩ ના ફેબ્રુઆરીમાં હું આ૦ હિં૦ ફો૦માં જોડાયો. નેતાજી સિંગાપુર આવ્યા ત્યારે મેં એમનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું. અગાઉ કદી મેં એમને જોયેલા નહિ અને હિંદુસ્તાનમાંની એમની પ્રવૃત્તિઓ વિષે હું ઝાઝું જાણતો નહોતો.

મલાયામાં મેં એમનાં કેટલાંક જાહેર ભાષણો સાંભળ્યાં. એની