આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૫ ]


અનુસરીને યુદ્ધ ચલાવનાર આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક સભ્ય તરીકે મેં એમ કરેલું.

ખૂન કરાવવાના આરોપ સંબંધે મારે એ કહેવાનું છે કે, જે હકીકતોના આક્ષેપો કરાવામાં આવ્યા છે એ સાચી હોય તો પણ હું ગુનાનો અપરાધી ઠરતો નથી. મહમ્મદ હુસેન આ૦ હિં૦ ફો૦માં સ્વેચ્છાથી જોડાયેલા અને એમણે સ્વેચ્છાએ પોતાની જાતને એની શિસ્તને આધીન બનાવેલી. આ૦ હિં૦ ફો૦માંથી જો એ નાસી જઇ શક્યા હોત તો અંગ્રેજો પાસે એ કિંમતી માહિતી લઈ ગયા હોત. એના પરિણામે અમારી સંપૂર્ણ ખાનાખરાબી થઇ હોત. આઝાદ હિંદ ફોજ કાનૂન હેઠળ અને તમામ સુધરેલા દેશોના લશ્કરી કાનૂન હેઠળ એનો અપરાધ ભારે ગંભીર હતો. અને મોતની સજાને પાત્ર હતો. પણ મેં એને મોતની સજા કરી હતી, કે એ સજાના પાલનરૂપે એને ઠાર મારવામાં આવ્યા હતા એ વાત ખોટી છે. એને તો મારી સમક્ષ અવિધિસર રીતે હાજર કરવામાં આવેલ અને મેં કહેલું કે પછી એને મારી સમક્ષ યા યોગ્ય સત્તાવાળા સમક્ષ વિધિસરની રીતે હાજર કરજો. પણ એમ કરવામાં આવ્યું નહોતું.'

તે પછી પોતાનું નિવેદન કરતા કૅપ્ટન સેહગલે કહ્યું કે -

'મારી ઉપર મૂકાયેલા કોઈપણ આરોપસર અપરાધી હોવાનો હું ઇન્કાર કરુ છું. હું એમ પણ માનું છું કે આ અદાલત સમક્ષ ચાલેલો મારો ખટલો ગેરકાયદેસર છે.

૧૯૪૨ની ૧૭મી ફેબ્રુઆરીએ સિંગાપુરના ફેરર પાર્કમાં મળેલી સભામાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે લે૦ કર્નલ હંટે હિંદી અફસરો અને સિપાહીઓને ઘેટાંના એક ટોળાની માફક જાપાનીઓના હાથમાં સોંપી દીધા. અમને બધાને આથી એક ભારે ફટકો લાગ્યો આકરામાં આકરી મુસીબતોનો સામને કરી હિંદી લશ્કર લડ્યું