આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
લીલુડી ધરતી
 

 થઈ. પણ બદલામાં વળી એણે પોતાની કિંમત માગી. સમજુબાએ એને પગથી માથા સુધી સોના વડે મઢી દીધી, પણ સાથોસાથ એમણે રઘાના કાનમાં પણ એક અત્યંત ક્રર સૂચનની ફૂંક મારી દીધી. એ સૂચન હતું અમથીનું કાટલું કાઢી નાખવાનું. શક્ય હોય તો, આફ્રિકા પહોંચતાં પહેલાં, વહાણમાંથી જ એને ધક્કો દઈને દરિયામાં ફેંકી દેવાની, અને એમ ન બને તો આફ્રિકાને કાંઠે પગ મૂકતાં જ એનો ઘડોલાડવો કરી નાખવાની, અને એ રીતે બધી માલમત્તા પાછી મેળવી લેવાની એ યોજના હતી. એટલું પાર પડે તો પછી પોતાના ઉછીના પુત્રનું જીવનવહેણ સરળ બને ને ભસ્મીલા ભાયાતો પણ હાથ ઘસતા રહે....

બરોબર વીસ વર્ષે રઘો વતનમાં પાછા ફર્યો ત્યારે તો, એના પોતાના જ શબ્દોમાં કહીએ તો, ‘પળ પલટાઈ ગઈ’ હતી. ગુંદાસરનાં જીવનવહેણ, ઓઝતનાં નીરની જેમ પુષ્કળ પ્રમાણમાં વહી ગયાં હતાં.... અમથી નાસી ગયા પછી રતાંધળો વેલજી તો એકલો ઝૂરી ઝૂરીને મરી પરવાર્યો હતો. શાદૂળનાં જીવનમાં એક અણધાર્યું પરિવર્તન આવ્યું હતું. કોણ જાણે કઈ મનોગ્રંથિને પરિણામે એ ખુદ પોતાના પિતાનો શત્રુ બની બેઠો હતો. વેલજીને તો એ ઓળખતો જ નહોતો; એને મન તો તખુભા જ પોતાના પિતા અને પાલનહાર હતા. પણ કમનસીબે બાપદીકરા વચ્ચે કોઈક અભાગી પળે એવી તો અંટસ પડી ગયેલી કે એકબીજા જોડે અબોલા લીધા હોવા છતાં ય એમની આંખો લડતી. સમજુબાના જીવનની આ મોટામાં મોટી વિધિવક્રતા હતી. પોતે પુત્રની બાબતમાં જે ભયંકર કૂડ ખેલ્યું હતું એનો જાણે કે કાવ્યન્યાય મળી રહ્યો હતો. આટઆટલી છળલીલા કર્યા પછી આખરે તો ‘પારકાં તે પોતાનાં થાતાં હશે ?’ એ કરુણ પ્રશ્નાર્થ જ એમણે તો ઉચ્ચારવાનો રહ્યો હતો !

રૂપાં રબારણની હત્યા પાછળ પણ શાદૂળની આ વિચિત્ર