આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાતાળનાં પાણી
૨૯૭
 

માંડણની મજાક કરી : ‘આટલું કીધું એટલી વારમાં તો પૈણવાનું કેવું મન થઈ ગયું ! જોયું ને ?’

માંડણ સૂચક નજરે સંતુની દેહયષ્ટિ તરફ તાકી રહ્યો અને સંતુ બોલતી રહી :

‘એમ કાંઈ એનું નામ નહિ કહી દઉં !’

બપોરે રોંઢો નમ્યા પછી ગોબરે ખોદકામમાં વિસામો લીધો. કાળમીંઢ પથ્થરમાં દારૂ ધરબવા માટે સાર પાડવામાં વારંવાર કાંડાં દુખવા આવતાં હતાં. પથરાળ તળિયાનું એક થર પૂરું થતાં, બીજું થર કાપતાં પહેલાં ગોબરે ગડાકુ કાઢી ચૂંગી સળગાવી.

સંતુ સામે જોતાં જોતાં માંડણે ચૂંગીમાંથી બેએક ઘૂંટ ખેંચીને ધુમાડો કાઢ્યો અને એકાએક એની આંખોમાં શૂન્યતા છવાઈ ગઈ.

*