આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનતા ફળી !
૩૦૧
 


‘ના !’ સંતુએ કહ્યું. ‘એક ત્રીજું પણ જાણે છે—’

‘કોણ ? કોણ ?’

સંતુ થોડીવાર મૂંગી રહી એટલે ગોબરે વધારે ઉત્કંઠાથી પૂછ્યું :

‘કોણ જાણે છે ? તારી સહીપણી જડી ?’

‘ના.’

ગોબર વિચારમાં પડી ગયો. થોડી વારે પૂછ્યું :

‘તો પછી આપણે બે સિવાય આવી વાત બીજું કોણ જાણે ? તારી મા હરખીકાકી ?’

‘તારી ધારણા આઠ આના સાચી પડી ખરી.’ સંતુએ કહ્યું.

‘મારી મા આ વાત જાણે છે પણ ઈ મારી હરખી મા નહિ બીજી એક મા છે.’

‘બીજી એક મા ? કોણ ? કઈ મા ?’

‘આ સામાં થાનકમાં બેઠાં ઈ સતીમા !’ સંતુએ અજબ ભક્તિભાવથી થાનક ભણી આંગળી ચીંધી.’

ગોબરે થાનક તરફ નજર કરી તો મરિયમ પોતાના બાળકને સતીમા સન્મુખ પગે લગાડી રહી હતી. જુસબ સતીમાના થળા ઉપર છત્તર ટાંગી રહ્યો હતો.

‘ઈ સતીમા હંધુય જાણે છે... રજેરજ વાત જાણે છે.’ સંતુ જાણે કે સ્વગત બોલી રહી હતી. ‘ઈની આંખ્ય હંધેય ફરી વળે છે. ઈનાથી કાંઈ કરતાં કાંઈ અજાણ્યું નથી રે’તું.’

ગોબરે પુલકિત હૃદયે કહ્યું :

‘તું તો સતીમાની ઘરની જ દીકરી. તારે તો આ ગામવાળાં કરતાં મોટેરું છત્તર ઘડાવવું પડશે—’

‘તી એમાં કાંઈ નવી નવાઈ છે? તારે તેવડ્યમાં રે’વું પડશે—’

‘નથુબાપો મારો ઢાળિયો કરી નાખશે, માનતા ગામની ફળે, પણ બકડિયાં નથુ સોનીને !’ કહીને ગાબરે સુવર્ણકારના વ્યવસાયનું