આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતી માતાની સાખે
૮૩
 


નો’તું. ને હવે તો પરબતભાઈ પાછો થ્યો... મારી જીભેથી વેણ કેમ કરીને નીકળે કે સંતુનું આણું કરો ?’

‘તારા બોલ્યા મોર્ય હવે હું જ બોલી ગ્યો ને ! આંગણે શોગ છે, એટલે ઝાઝી ધામધૂમ નથી કરવી. ચાર જણ આવીને સંતુને તેડી જાય. ને તુંય હમણાં હાથભીડમાં છે. એટલે ગજા ઉપરવટ જાજે મા !’

‘ના રે ! અમારે તો સંતુની માએ કે’દિનું નક્કી કરી નાખ્યું છે કે છોકરીને આણામાં અમારી કાબરી ગાય સિવાય બીજું કાંઈ નથી આપવું !’ ટીહાએ મજાકમાં કહ્યું.

‘કાબરી ગાય ! ગવતરી તો ધરતીમાતાની દીકરી...સોના જેવી...આંગણે બાંધી હોય તો ઘરમાં સે’ પૂરે. તું તારે નચિંત થઈને દીકરીને વળાવજે...’

‘શોગિયે ઘીરે આણાંનો અવસર કરશો એટલે ગામમાં વાત તો થશે—’

‘ગામને મોઢે ગળણું નંઈ બંધાય. આપણે તો આપણી સગવડ જોવાની. પરબતનો ઘા મારે કાળજે લાગ્યો છે, એવો તો બીજા કોઈને નઈં લાગ્યો હોય ને ? પણ મેં મારાં સતીમાની સામે આ નક્કી કર્યું છે. આ અટાણે થાનકે બેહીને જારના દાણા ગણીને જ નીકળ્યો છું. સતીમાએ ચોખ્ખો ફૂલ જવાબ દઈ દીધો કે બસ સંતુનું આણું કરી નાખો.’

‘બસ તો ! સતીમાની સાખે કામ કરવામાં કાંઈ વિઘન જ નો હોય. તમારી સગવડે આવી પૂગો.’

‘સગવડમાં કાંઈ કામેસર ગોરને મૂરત પૂછવા જાવું પડે એમ નથી. આ અજવાળી એકમ મઝાની છે.’

‘ભલે તો.’ કહીને ટીહાએ રેતી ભરેલી ગાડીના બળદને ડચકાર્યા, ને શાપરનો કેડો લેતાં પહેલાં બોલ્યો : ‘આ વાત કે’તાં મારી જીભ નો’તી ઊપડતી, ઈ તમે જ સામે હાલીને કઈ દીધી ઈ બવ