આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
લીલુડી ધરતી-૨
 


ગઈ, કેમ ? જાણે અમે હંધા ય તો સાવ આંધળા જ હઈશું, કેમ ? દેખાડ્ય ક્યાં સંતાડ્યાં છે છોકરાં ?’

આ અણધારી ઘટનામાં સંતુને ગામમાંથી હાંકી કાઢવાની વાત તો જાણે કે સાવ વિસરાઈ જ ગઈ. સંતુની ચર્ચાને બદલે હવે તો આ ‘પરદેશી’ આગંતુકની આસપાસ ઘેરાઈ રહેલો ભેદ જ વાતચીતનો વિષય બની રહ્યો.

‘આ તો બહુરૂપી જેવું લાગે છે. ઘડીકમાં અમથી સુતારણ, ઘડીક આ ખેલ કરનારી, ઘડીક છોકરાં પકડનારી, એમ ભાત્યભાત્યના વેશ કળાય છે.’

કાસમ હજી શામ, દામ, ભેદ અને દણ્ડની સમજાવટના પ્રકારો અજમાવી રહ્યો હતો, ત્યાં જ શંકરભાઈ ફોજદારની મોટર આવી પહેાંચી.

સ્તબ્ધ વાતાવરણમાં વધારે સોંપો પડી ગયો.

કાસમના આગમનથી જ પાંખું થઈ ગયેલું ટાળું હવે વિખરાઈ ગયું. ફોજદારની ધાકનાં માર્યાં કેટલાંક માણસો આઘાંપાછાં થઈ ગયાં; કેટલાંક હવે શો તાલ થાય છે એ જોવા ફાજદારની નજરથી દૂર જઈને ઊભાં રહ્યાં.

‘ઝાંપો ચાતરીને છીંડેથી ગામમાં ગરી છો, પણ હવે ક્યાં જઈશ ?’ શંકરભાઈ બોલતા હતા, ‘આઠ આઠ દિ’ થ્યાં રાવ ઊઠી છે તારી. બોલી નાખ્ય, કેટલાં છોકરાં ચોર્યાં છે ? કેટલાંની ડોકમાંથી ઓમ્‌કાર કાપ્યાં છે ? કેટલી માદરડી સેરવી લીધી છે ?’

આ પ્રશ્નોની સામે પણ ડોશીએ એ જ અપરિચિત બોલીમાં ઘૂરકાટ કર્યો તેથી ફોજદારે કાસમને હુકમ કર્યો.

‘ઝડતી લ્યો ! ખંખેરો હંધુ ય સોનું, ને છોકરાંવને ક્યાં સંતાડ્યાં છે એની વાત કઢાવો.’

‘દિલ્હી–મુંબઈનું બાયોસ્કોપ હવા ખાતું રહી ગયું અને થોડી વાર પહેલાંના નાટકચેટક જેવા વાતાવરણમાં આ તો છોકરાં પકડનારી