આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
લીલુડી ધરતી–ર
 


‘સલાયાવાળું. કિયે છ કે આધન ને મસવાથી વહાણનાં વહાણ ભરીને સોનું ઊતર્યું છે ને હંધુંય અંતરધ્યાન થઈ ગ્યું છે.’ જીવાએ સમજાવ્યું. ‘એટલા સારુ તો આ બહુરૂપી એક દી ચોક્સીનો વેશ કાઢીને ને હાથમાં કસોટી લઈને નીકળ્યા’તા, બજાર કરતાં બે ટકા વધારે ભાવ બોલીને સોનું માગવા મંડ્યા—’

‘પછી કોઈએ વેચ્યું ખરું ?’

‘કોના ઘરમાં સોનાના ઢગલા પડ્યા હોય તી વેચવા કાઢે ?— આ દકાળ વરહમાં દાણાનાં તો ઠેકાણાં નથી, ન્યાં સોનાં ક્યાં ઠારી મેલ્યાં હોય ?’

‘પણ વેશ કાઢીને ગામમાં આવ્યા, તી કાંઈક વે’મ તો હશે જ ને કો’ક ઉપર ?’

‘ભગવાન જાણે, પણ આ અમથી કાંઈક કબાડું કરીને આવી હોય એમ લાગે છે.’

‘એને એકને વાંકે ગામ આખા ઉપર સરકારની નજર રિયે, એના કરતાં ઈ ડોહલીનો જ કાંટો કાઢ્યની !’

‘નીકળે એમ નથી. અમથી તો હવે જામોકામી થઈ ગઈ. એણે તો આવતાંવેંત ટીહા વાગડિયાની ગાય વેચાતી લઈ લીધી, ગીગા પટેલની ભેંસ લઈ લીધી ને આંગણે દુઝાણાંવઝાણાં બાંધ્યાં છે. કિયે છે કે મારો ગિરજો મા વિનાનો સાવ સૂકાઈ ગ્યો છ, તી એને દૂધ-ઘી ખવરાવીને તાજોમાજો કરવો છે.’

‘મારો ગિરજો !’ સમજુબાએ વ્યંગમાં ઉચ્ચાર કર્યો. ‘ને મારો શાદૂળ ! શાદૂળને ‘મારો’ કહેનારી ઈ કાળમુખીની જીભ કેમ કાપી લેતો નથી ?’

‘બા ! અટાણે આપણો સમો મોળો છે. ચારે ય કોર્યથી સાણસા ભીડાણા છે. અટાણે ઉફાંદ કરવાનું ટાણું નથી. હંધુય ખમી ખાવ; પછી દાવ આવ્યે સોગઠી મારશું—’

‘માંડણિયે કોરટમાં શાદૂળભાનું નામ લીધું છે ?' ઠકરાણાંએ