આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જડી ! જડી !
૨૬૫
 

 ત્યાં તો થોડી વારમાં જ એને કાને સંતુના હર્ષોન્માદભર્યા શબ્દ અથડાયા :

‘જડી ! જડી !’

‘શું ? શું જડી ? કોણ જડી ?’ ઊજમ અજાણી થઈને પૂછતી પૂછતી થાનક નજીક આવી તો સંતુ તો એક બાળકીને હૃદય સરસી ચાંપીને જાણે કે પોતે ય નાનું બાળક હોય એટલી સ્વાભાવિક મસ્તીથી નાચતી હતી.

‘અંતે જડી ! અંતે જડી ખરી મારી ચમેલી !’ સંતુ બોલતી હતી.

‘માડી રે ! ક્યાં ખોવાઈ ગઈ’તી આટલા દી લગી ?... સતીમાને થાનકે રમવા ગઈ’તી ?... માનાં ગોઠિયાં ભેગી રમતી’તી ?’

સંતુનું બાળકી જોડેનું બાલિશ સંભાષણ સાંભળીને ઊજમ મનમાં હસી રહી, અને વખતીએ યોજેલા વ્યૂહની આબાદ સફળતા જોઈને પ્રસન્નતા અનુભવી રહી.

દરમિયાન વખતી પોતાના વ્યુહને સાદ્યન્ત સફળ બનાવવા ગામમાં પહોંચી ગઈ હતી અને રસ્તામાં સામે જે કોઈ મળે એને સમાચાર આપવા લાગી હતી :

‘સંતુને સતીમાને થાનકેથી એની ચમેલી જડી ગઈ. જાવ ઝટ, કૌતક નજરે જોવું હોય તો થાનકે પૂગી જાવ ઝટ !’

×× ×

આવું વિલક્ષણ જોણું જોવું કોને ન ગમે ? જોતજોતામાં તો થાનકવાળે ખેતરે હાલરું આવી પહોંચ્યું. કૂવામાં પોટાસનો ધડાકો થયો અને ગોબર મરી ગયો, એ દિવસે જે ઠઠ્ઠ જામેલી એવી જ ઠઠ્ઠ આજે પણ અને એ જ સ્થળે જામી ગઈ.

પહેલી નજરે તો આખી ય ઘટના એક ચમત્કાર જેવી લાગતી હતી. જાણે કે સંતુના તપથી સતીમા પ્રસન્ન થયાં અને પુત્રીનું દાન