આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
લીલુડી ધરતી-૨
 

 છલબછલ શૃંગારની ભદ્રવર્ગી ભાષામાં સંવાદો કરે, સિનેમાની શૈલીએ સામસામા duet રચે, એ બધાં આકર્ષણોનો પણ આ કથામાં અંશ સરખો નહોતો. વળી, ગામડું એટલે તો નરી કવિતા જ, એવી બાલસુલભ–અથવા કેવળ કવિસુલભ–મુગ્ધ માન્યતાને તો આરંભથી જ પરહરી દીધી હતી. પ્રયત્ન હતો, નરી વાસ્તવિકતાને સચ્ચાઈપૂર્વક ને વફાદારીપૂર્વક આલેખવાનો. આવી નરી વાસ્તવિકતા નીરસ તો નહિ બની રહે ? અથવા તો, વાંચનારને એ વાસ્તવિકતા વસમી તો નહિ લાગે ? ગામડું એટલે તો કિચૂડકિચૂડ કોશ ચાલતા હોય, ગોવાળિયા પાવા વગાડતા હોય, ગ્રામજનો તો ઈશ્વરના અંશ સમા નિષ્કપટ ને પરોપજીવી હોય, નેકીનો ઈજારો તો ગામડામાં જ છે અને બદી બધી શહેરમાં જ જઈ પહોંચી છે, એવી એવી પરંપરિત ભાવુક માન્યતાઓથી સાવ વિપરિત સૃષ્ટિ જ આ કથામાં ૨જૂ થતી હતી. આવી સ્થિતિમાં, આ પ્રયોગ સરેરાશ વાચકવર્ગને કેટલે અંશે જચશે એ અંગે હું વિચાર કરતો થઈ ગયેલો. કથામાં આલેખાયેલી કેટલીક વિષમતાઓ જોઈને એક મુંબઈવાસી શિક્ષિત બહેને ટકોર કરેલી : આ વાર્તાનું નામ ‘લીલુડી ધરતી’ રાખ્યું છે, પણ એમાં લીલાશ જેવું તો કશું દેખાતું નથી. આ તે લીલુડી ધરતી છે કે સૂકી ધરતી ?

સદ્‌ભાગ્યે, આવા નિખાલસ વાચકોએ જ મને કથામાં વિશ્વાસ પ્રેર્યો. ધારાવાહી કથા લખવાના બીજા ઘણા ગેરલાભ હોવા છતાં એક મુખ્ય લાભ એ છે કે એમાં ક્રમેક્રમે, પ્રકરણે પ્રકરણે વાચકોના પ્રત્યાઘાતો નિયમિત જાણવા મળે છે. અને સભાન વાચકો લખનાર ઉપર પ્રશંસાનાં પુષ્પ વેરીને વારી જ જાય છે એવું નથી; તેઓ કથામાંથી ઝીણામાં ઝીણી ક્ષતિ, અસંગતતા કે અસંભવ્ય દોષ શોધી કાઢે છે અને લખનારાની કાનબૂટ આમળે છે. હપ્તાવાર પ્રકાશન વેળા માંડણનો એક હાથ કોણી સુધી કપાઈ ગયો એમ લખ્યા પછી કાસમ પસાયતાએ માંડણના બંને હાથનાં કાંડાં મુશ્કેરાટ બાંધી દીધાં,