આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રયોગના અંતે
૩૧૧
 

 એમ લખાઈ ગયું ત્યારે વાચકોએ પસ્તાળ પાડેલી. મુંબઈથી શ્રી. મહાસુખ કામદારે ‘જન્મભૂમિ’ના તંત્રી ઉપર ફરિયાદ લખી મોકલેલી :

મહાશય........
દર ગુરુવારે આપના સુપ્રસિદ્ધ પત્રમાં પ્રગટ થતી ચુનીલાલ મડિયાની ‘લીલુડી ધરતી’નો હું regular વાચક છું.
તા. રપ-૪-૧૭ના અંકમાં પ્રગટ થયેલ હપ્તામાં મને લેખકની એક મોટી ભૂલ જણાઈ આવેલ છે તો તેનો ખુલાસો મેળવી મને જવાબ આપવા મે. કરશોજી...
ચાલુ વાર્તામાં ગોબરનો ભાઈ માંડણ છે, જેનો એક હાથ ગિરનાર ચડતાં ગોબરને બચાવવા જતાં છરી વાગતાં કાપી નાખવો પડે છે અને તે એક હાથે ઠૂંઠો થાય છે તેમ આવી ગયેલ. પાછા ગઈ કાલના જ પેપરમાં જ્યારે માંડણિયો ગોબરને કૂવામાં પોટાસ પેટવીને મારી નાખે છે, ત્યારે પોલિસ તેને પકડી જાય છે તે વખતે વાર્તામાં છાપેલ છે કે તેના બન્ને હાથનાં કાંડાં મજબૂત રીતે બાંધ્યાં. તો શું આ એક મોટી ભૂલ ન ગણાય ? આટલા પ્રખ્યાત લેખકની આ ભૂલ ચલાવી શકાય એમ લાગતું નથી... યોગ્ય ખુલાસો મળશે કે ?

વાચકો તરફથી વધુમાં વધુ ઉગ્ર પ્રત્યાઘાતો ગોબરના મૃત્યુપ્રસંગે જાણવા મળેલા. આ વેળા તો, અખબારી બોલીમાં કહું તો વિરોધનો વંટોળ જ ઉઠેલો. અનેકવિધ આક્ષેપ થયેલા : ‘મડિયા તો પાત્રોને મારી નાખવામાં જ પાવરધા છે...’ ‘વ્યાજનો વારસ’માં પણ રિખવને કથાની શરૂઆતમાં જ મારી નાખેલો.’ વગેરે અભિપ્રાયોથી માંડીને, હવે નવલકથા નીરસ થઈ જશે એવી આગાહીઓ પણ થયેલી, સેમ્યુઅલ સ્ટ્રીટમાંથી એક લાલજીભાઈ નામના વાચકે લખેલું :

"…બીજું, તમે ગોબરને મારી નાખ્યો એ પણ વધુ