આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે કલંકિની
૨૩
 


એને અપરાધી ઠરાવી રહી છે :

‘તું દુષ્ટા છે !’

‘તું હત્યારી છે !’

‘તું કુલટા છે !’

શરદ ઋતુની આછેરી વાયુલહરી આવે છે ને સંતુના કાનમાં ગણગણાટ કરી જાય છે :

‘તારાં કુકર્મ અમે જાણીએ છીએ. તું પતિને બેવફા નીવડી છે. તારા અનાચાર અમારાથી અજાણ્યા નથી. તારા માર્ગમાંથી પતિનું કંટક દૂર કરવા માટે એને હણી નાખ્યો છે... અમે જાણીએ છીએ, તારા ઉદરમાં કોનું બાળક ઊછરી રહ્યું છે.’

મૂંગાં મહેણાંઓની આ ભીંસ એવી તો અસહ્ય બનતી કે સંતુ આખરે અકળાઈ ઊઠીને કહી રહેતી :

‘તમે મૂગાં મુંગાં મને રિબાવો છો એના કરતાં મોઢેથી બોલીને સંભળાવો ને, જેથી હું સામો જવાબ આપી શકું ? અરે, સાચી વાત શું છે એટલું તો કોઈ મને પૂછો, જેથી હું ખુલાસો કરી શકું ? અરે, કોઈ મને સાંભળો, મારે અંતરની આગ ઠલવવી છે. કહું છું મને કોઈ કાનસરો તો દિયો ? મારે મારો હૈયાભાર હળવો કરે છે... તમે એકપક્ષી વાત સાંભળીને મને તકસીરવાર ઠરાવી દીધી છે, પણ, મને મારો બચાવ કરવાની તો તક આપો !’

પણ સંતુને બચાવ કરવાની તક આપે તો તો એ ગામલોકો શાના ? ઊજમે અને અજવાળીકાકીએ મળીને એને ગુનેગાર ઠરાવી જ દીધી.

અને સંતુને નિમિત્તે તો ગામમાં નાનામોટા ઝઘડા પણ થવા માંડ્યા.

ગોબરની હત્યા થઈ એ દિવસે સંતુની મા હરખ અને અજવાળીકાકી વચ્ચે થોડી બોલચાલ થઈ ગયેલી. એ વેળા તો વાત ત્યાંથી જ અટકેલી, પણ પછી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે