આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
લીલુડી ધરતી-૨
 


આંગળાં કરડતાં કરી મૂક્યાં. પોતે હાથે, પગે ને માથે ઘવાયેલો હોવાથી એક ડગલું ય ચાલી શકે એમ નહોતો. તેથી એણે રાતોરાત જુસ્બા ઘાંચીને બોલાવીને એનો પાલાવાળો રેંકડો બાંધી લીધો. સવાર પડતાં જ એ રેંકડામાં જ સૂતો સૂતો શાપરના પંથે પડ્યો.

જતાં જતાં પાદરમાં ઊભેલાં માણસોને એ કહેતો ગયો :

'સંતુને માથેથી કલંક ભૂંસવા હું ન જાઉં તો મારું જીવતર લાજે !’

*