આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
લીલુડી ધરતી-૨
 


‘ઈ તો મોટાં વાંહે નાનાં જાય, તો મરે નહિ તો માંદાં તો થાય જ ને ?’

‘અરે, ગામનો સાત ખોટનો એક ઘાંચી મરશે તો આપણે તેલ વિના રખડી પડશું.’

ધીમે ધીમે રઘાને બદલે જુસ્બાના સંભવિત મૃત્યુ અંગે જ વધારે ચિંતા વ્યક્ત થવા લાગી. આગલી રાતની જોરદાર અફવા તો એવી હતી કે જીવો ખવાસ રઘાને ગુંદાસરનું પાદર જ વળોટવા નહિ દે. ભૂદેવને એવી તો ભાઠાવાળી થશે કે એને શાપર જવાની સોં જ નહિ ૨હે.’

પણ ‘સાચે ટાણે શાપર નો જાઉં તો મારું જીવતર લાજે !’ એવી ગર્વોક્તિ ઉચ્ચારીને રઘો ગામના પાદરમાંથી હેમખેમ રેંકડો હંકારાવી ગયો તેથી લોકોને હવે જુદા પ્રકારની આગાહીઓનો આશરો લેવો પડ્યો.

‘પાદરમાંથી મરની પાધર્યો નીકળી ગ્યો પણ હવે ઈદ મસીદ લગણ આંબી શકે તો મને કે’જો !’

‘મસીદાળી નેળ્યમાં બોકાનીબંધા નાકાં વાળીને બેઠા હશે—’

‘જોટાળિયુંમાં દાર તો ધરબી જ રાખ્યા હશે. આ રેંકડાના ગળિયલ બળદને ભાળશે ઈ ભેગા જ ઘોડા દબવશે, ને ધડ ધડ ધડ ધડ ગોળિયું વછૂટવા મંડશે.’

‘રઘલો ને જુસ્બો વિંધાઈ જાય એનો વાંધો નહિ પણ રેંકડે જુતેલા રતાંધળા જેવા બળદને બીચાડાને રજાકજા નો થઈ જાય તો સારું. નકામું, માણસની મારામારીમાં ઈ નવાણિયું ઢોર કુટાઈ જાહે—’

બપોર સુધી આવી પારકી ચિંતામાં લોકો દૂબળાં થતાં રહ્યાં. રોટલા ટાણે શાપરથી ટપાલ લઈને ખોડો હલકારો આવ્યો ત્યારે રાબેતા મુજબ ‘એલા કાગળપતર ?’ ‘કોઈનો મન્યાડર ?’ જેવી પૂછગાછ કરવાને બદલે, કે ‘કિયાટ–કોથળી’ ‘કોઈલાન’ની માગણી