પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એથી ઘણું મોટું માન મળવાનું હતું અને તે યુનાઈટેડ સ્ટેઈટ્સના સોળમા પ્રમુખ બનવાનું.

૧૮૬૧ના માર્ચની ૪થીએ અબ્રાહમ લિંકન રાષ્ટ્રના ૧૬મા પ્રમુખ તરીકેનું મંગળ પ્રવચન કરવા માટે અડધા બંધાયેલા કૅપિટૉલમાં ઘોડે બેસીને ગયા. આગળ પડેલા જોખમી સમયમાંથી યુનાઈટેડ સ્ટેઇટ્સને દોરી જવા માટે તેમના જૂના પ્રતિસ્પર્ધી ડગલાસની સામે તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

દેશમાં ગુલામીના પ્રશ્ન ઉપર કડવાશ ઘણી વધી ગઈ હતી. અંતિમવાદીઓ શોરબકોર કરતા હતા; લાગણીએ વિવેકબુદ્ધિને ઢાંકી દીધી હતી. ઉત્તર અને દક્ષિણ વચ્ચે લાંબા સમયથી ઝઝુમી રહેલો ભાગલાનો ભય હવે હાથવેંતમાં હતો. સાત દક્ષિણી રાજ્યોએ સંઘમાંથી છૂટાં પડી “ન્ફડરેટ સ્ટેઇટ્સ ઑફ અમેરિકા”ની રચના કરી. બીજાં

રાષ્ટ્રના પ્રમુખ તરીકે ચૂંટાયેલા લિંકનને વણજોઈતા યુદ્ધની કરુણ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાની ફરજ પડી.