પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝઘડો બનતો અટકાવ્યો, દક્ષિણ પ્રત્યે વેરવૃત્તિ રાખવાના વલણનો સામનો કર્યો અને લોકશાહી સરકારના સિદ્ધાન્તો પકડી રાખ્યા.

લિંકનનો સૌથી પહેલો મહાન હેતુ સંઘને બચાવવાનો હતો. અને ૧૮૬૨ સુધીમાં તેમને ખાતરી થઈ ગઈ કે બીજો હેતુ ગુલામોને મુક્ત કરવાનો હતો. તેમની રીત પ્રમાણે તેમણે તો ગુલામોને ધીમે ધીમે મુક્ત કરવાનું પસંદ કર્યું હોત. પણ દક્ષિણ એ યોજના સ્વીકારે તેમ ન હતું.

એટલે ૧૮૬૩ના જાન્યુઆરીની ૧લી તારીખે તેમણે અમેરિકાની તવારીખના એક મહાન દસ્તાવેજ રૂપ મુક્તિના જાહેરનામા ઉપર સહી કરી. આ જાહેરનામાએ દક્ષિણના ગુલામોને મુક્ત કર્યા અને યુદ્ધને એક નવો નૈતિક અર્થ આપ્યો. માનવની મુક્તિ માટેની લડાઈમાં એક નવી માઈલસ્તંભ રોપાયો. પાછળથી બંધારણમાં સુધારો કરી અમેરિકાના

યુદ્ધની મધ્યમાં—મુક્તિ.