પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેનો બાંધો મજબૂત ન હતો. પુત્રને ૯ વર્ષનો મૂકી તે મરણ પામી.

કિશોર લિંકન ખેતરની જિન્દગીમાં મોટા થયા. તેઓ ઘણો સમય જંગલ સાફ કરવામાં, જમીન ખેડવામાં, અનાજ વાવવામાં, અને વાડ માટે લાકડાં ફાડવામાં ગાળતા. તેમનાં અંગો ખૂણિયાવાળાં બન્યાં પણ કાંડાંબાવડાં મજબૂત બન્યાં.

તેમનું રીતસરનું નિશાળનું ભણતર બહુ ઓછું થયું — બધું થઈને એકાદ વરસ જેટલું પણ માંડ થયું હશે. પણ તેઓ જ્ઞાનના ભૂખ્યા હતા એટલે દિવસની મહેનત પછી રાતે તેઓ વાંચતા અને શીખતા. તેઓ એક પાટિયા પર દાખલા ગણતા ને પછી ભૂંસી નાખતા અને એ રીત ગણિત શીખ્યા. તેઓ પાડોશીઓ પાસેથી પુસ્તકો માગી લાવતા. પાછળથી એક મિત્રને એમણે કહેલું : “૫૦ માઇલના ગાળામાં જે જે ચોપડીઓ હોવાની મને ખબર પડી તે બધી મેં

બાળપણમાં તેઓ સરહદ પાસે મોટા થયા.