પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પામ્યાં અને લખાતા અને બોલાતા શબ્દના તે સ્વામી બન્યા. ધારાગૃહમાંના તેમના પક્ષના નેતા તરીકે તેમની વરણી થઈ. એ પક્ષ લઘુમતીમાં હતો. એમના અનુભવે લોકશાહીના પાયા તરીકે જનતાના સામુદાયિક ડહાપણમાં તેમની શ્રદ્ધા દૃઢ કરી.

ચાર વાર ધારાસભામાં ચૂંટાયા પછી લિંકને પોતાની વધતી જતી વકીલાત સંભાળવા માટે ધારાસભા છોડી. તેમણે જબરી યાદશકિત, એકાગ્રતાની શક્તિ અને કોઈ પણ પ્રશ્નના હાર્દ સુધી પહોંચવાની શક્તિ દર્શાવી અને શાણપણ, અનુકંપા તથા પ્રામાણિકતા માટે નામના મેળવી.

તેમણે તત્કાલીન બનાવોમાં જીવંત રસ જાળવી રાખ્યો અને વક્તા તરીકે એમની માગણી એકધારી ચાલુ રહી. વિચારની સ્પષ્ટતા,

ગ્રામપ્રદેશમાં કામ કરતા વકીલ તરીકે તેમને વિચાર કરવાનો સમય મળી રહેતો.