પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લિંકનને વૉશિગ્ટનનો પહેલો અનુભવ સંસદના સભ્ય તરીકે થયો.

પણ ગુલામીએ એક મુશ્કેલ પ્રશ્ન ઊભો કર્યો. ગુલામી સ્વાતંત્ર્યના જાહેરનામાની અને બંધારણની ભાવનાથી વિરુદ્ધ હતી. તેમ છતાં દક્ષિણના ખેડૂતો પોતાના ગુલામોને ન્યાયપૂર્વક મેળવેલી મિલકત સમજતા. લિંકને લાંબા સમય સુધી ઊંડો વિચાર કર્યો અને પછી પોતાનું વલણ નક્કી કરી લીધું : “જો ગુલામી ખોટી ન હોય તો પછી કશુંયે ખોટું નથી.” વિસ્તૃત બનતા જતા અમેરિકાના નવા પ્રદેશોમાં ગુલામીને પ્રસરતી અટકાવવાની ચળવળમાં તે જોડાયા.

નવા પશ્ચિમ વિસ્તારોમાં ગુલામી દાખલ કરવાની દિશામાં સંજોગો