આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૩ )

૧૨

જી રે લાખા ! ઋષિ રે વૈશંપાયન મારકંડને પૂછે જી,
નિજિયા ધરમ એવું શું શું છે હાં;

જી રે લાખા ! આદિનો ધરમ, છે એ જૂનો જી,
મારગ મુક્તિનો પણ એ છે હાં. — ટેક

જી રે લાખા ! શિવ શક્તિ મળીને, ધરમ ચલાવ્યો જી,
પછી નેણોથી સૃષ્ટિ રચાવી હાં;

જી રે લાખા ! એ ને ધરમને કોઈ જાણે રે વિવેકી જી,
જેને ભક્તિ હ્રદયમાં ભાવી હાં. — ૧

જી રે લાખા ! ઉચ્છવાસ શ્વાસના, જાપ જેને જડિયા જી,
તે તો નિત કેણી પેરે કરશે હાં;

જી રે લાખા ! પાંચ રે તત્વને, કોરે રે મૂકીને જી,
એ તો જઈને અવિનાશીમાં ભળશે હાં. — ૨

જી રે લાખા ! શ્વાસ જો ને શિવજીને ઉચ્છવાસ જો ને શક્તિ જી,
એની જુક્તિ રે કોઈ વિરલા તો જાણે હાં;

જી રે લાખા ! નૂરતમાં કોઈ, જપે રે અજપા જી,
એ તો બ્રહ્મના સુખ ને માણે હાં. — ૩