આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

abc


૧૫

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં. — ટેક.

હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં. — ૨