આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૨
 

ર માબાપ થવુ… આકરુ છે જ્યારે આપણે આપણા મિત્રો અને કુટુંબકમીલા વચ્ચે હાઇએ છીએ ત્યારે વળી આપણુ વર્તન બીજા પ્રકારનુ થાય છે. આપણે છૂટથી ખેાલીએ છીએ. ઉપરની શિષ્ટતા ને સામાનુ' સન્માન કરવાના સામાજિક વિચાર મિત્રો પરત્વે એછે! રહે છે; ને તેથી ઘણી વાતા એવી થઈ જાય છે કે જે બહારના માણસા સાંભળવાને તૈયાર ન હાય અથવા સાંભ- ળીને જરા ચમકે, ગમતરમતની, મશ્કરીઠઠ્ઠાની કેટલાક પ્રકારની વાત આવે વખતે સહજ હાય છે, ને તે કોઇને આ ચેાગ્ય લાગતી નથી. મંડળીનુ' વર્તુળ આથી યે ટૂ'કું કરીએ તેા ઘરનાં માણસા રહે. તેઓ વચ્ચે તા ઘણી ઘણી જાતની વાત ચાલે છે. તેમને ખીજાએ શુ' ધારશે તેની ચિંતા વાત કરતી વખતે આછી હાય છે; તેએ માટે ભાગે ખીજા'એની વાત કરતાં હાય છે. બહારનું બંધન આછામાં ઓછું હાવાથી તે વધારેમાં વધારે છૂટાં થાય છે. તેમની વાણી ઘણી વાર શિષ્ટ- તાની પરવા નથી રાખતી. આથી તેઓ ઘણેખરે ભાગે જેવાં હોય છે તેવાં જ વાણીમાં દેખાય છે. ઘરના માણસામાંથી ચે જ્યારે માટાં ખાળકા અને બીજા નાનાંમોટાં દૂર હોય છે, ત્યારે સ્ત્રીપુરુષની વાણી જુદા પ્રકારતુ’ સ્વરૂપ લે છે. આ વખતે તેઓ પોતાની ખરી ખાન- દાની કે જંગલીપણુ" વાણી દ્વારા પણ પ્રગટ કરે છે. આ વખતે તેમને કેાઇની ભીતિ નથી. તેમને ‘ આમ કહેવાશે ’ તેવા વિચાર સરખા પણ નથી હાતા. તે મનગમતું, મનમાં આવતું ફેકે છે. અતિ મીઠી વાણી પણ આ એકાંતને પ્રસંગે વપરાય છે ને કડવામાં કડવી વાણી માટે પણ આ જ પ્રસંગ છે.