આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૩
 

ખાનગી વાતા ૧૦૩ એવી વાતા છે જ કે ત્રીજાને જણાવવાની ન જ હોય. દરદીએ દાક્તર પાસે પેાતાની વાત કરી જાય તે ખાનગીપણે જ થાય, ને ખાનગી જ રાખવી જોઇએ, એવી એ ધંધાની સભ્યતા છે. કેાઇએ અન્યને કેાઇ વાત વિશ્વાસથી કહી હાય તા તે વાત પણ ખાનગી જ છે. નિર્દોષમાં નિર્દોષ વાત પણ એને માટે કે બેની વચ્ચે હાય તા તે ખાનગી જ છે. દીકરીને તેની ખા જીવનની અગત્યની વાતા ખાનગીમાં જ કહી શકે. ગૃહપતિએ છાત્રોને ખાનગીમાં જ મેલાવવા જોઈએ. દરેક કાર્ય વાહકને પાતાના કાર્ય સબંધે કામદારા સાથે કામપૂરતી ખાનગી વાત કરવાની હાય જ છે. આમ અનેક વખતે અનેક પ્રકારની વાતા ખાનગી હાય છે, ને બેશક તે ખાનગીપણે જ કરવી જોઇએ. જ્યાં સામા પક્ષને જણાવવું એ જ ધર્મ હાય ત્યાં ખાનગી રાખવુ' એ જેમ પાપ છે, તેમ જ જ્યાં બેથી ત્રીજા માણસે ન જાણવાની વાત હોય ત્યાં ત્રીજાને જણાવવામાં કે ત્રીજો જાણે એમ વાત કરવામાં પાપ છે. બાળકાને એટલા સામાજિક આચાર શીખવવા ઘટે. જ્યારે ઉપરના પ્રકારની કોઈ પણ વાત હાય ત્યારે આપણે તેને કહેવુ : “ આ વાત ખાનગી છે. જરા મહાર જાએ. ” બાળકને આપણે જુદી જુદી રીતે ખાનગી વાત એટલે કેવી વાત એના અનુભવ આપવા જોઇએ. તેના પેાતાના અંગત પ્રશ્નો તેની સાથે ચર્ચતી વખતે આ વાત ખાનગી છે; ખીજાને જણાવવા જેવી નથી; તારે પાતાને જ કામની છે. ” એમ કહી ખાનગી વાતનું સ્વરૂપ જણાવી શકીએ. ઘરમાં એવા ઘણા પ્રસંગે। અને કે જેમાંથી ખાનગી વાત કઈ તે જાહેર કઈ તેની સમજણ ખાળકને આપવાની તક લઇ શકીએ. બાળકને એટલા ખ્યાલ આપ્યા પછી તેને કહેવાય : “ જુએ; બીજાની વાત આપણને જરૂરી નથી;