આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૮
 

૧૦૮ માબાપ થવું. આકરું છે છે, કેાઇકના જોડા પહેરી મલકાય છે, ત્યારે આપણને એમાં અસભ્યતા, ગદાપણુ’, ખાટા ધંધા વગેરે લાગે છે. બાળકોની સામે જોડાએ પદાર્થોની સરખામણી અને ભેદ જોવાનાં માપ કાઢવાનાં અને સમતાલતા અસમતાલતા જાણવાનાં સાધના છે. બાળકો જોડાએથી રમીને પણ નાનામોટા માપના ખ્યાલા લે છે. પગમાં નાખીને ચાલી જોવામાં પડવાની ચાલવાની ગમ્મત લે છે. રમતમાં શરીરના કાબૂના અનુભવ મળે છે. વાધરી અને ભુતાન ખીડવા-છેડવામાં આંખ અને આંગળાંની કસરત છે. આમ બાળકની દૃષ્ટિએ તેમની નાની નજીવી પ્રવૃત્તિમાં પણ ઘણુ' છે, જ્યારે આપણી દૃષ્ટિએ કશું નથી. ખરી વાત આપણી નહિ પણ બાળકની દૃષ્ટિ હાવી જોઇએ. જેને પેાતાની આંખ છે તેને પેાતાની દિષ્ટ હાવી જોઇએ. જેને પેાતાની જીભ છે તેને પોતાના સ્વાદની પરવા જોઈએ. જેને બુદ્ધિ છે તેને પોતાની જ બુદ્ધિના વપરાશની કિમત છે. જે ખીજાને પેાતાની આંખ આપી ખીજાની આંખ બંધ કરે છે, જે પોતાની બુદ્ધિનુ' આસ્તરણ પાથરી ખીજાની બુદ્ધિને ઢાંકે છે તેઓ ખીજાની ઉન્નતિના દ્રોહી છે. આપણુ’ કવ્ય બાળકની દિષ્ટ સમજવામાં છે. બાળકના ઉદ્ધાર તેમાં જ છે. બાળકને પણ જગત અને જીવન પ્રત્યે અમુક ચાક્કસ દૃષ્ટિ છે અને તે હોવી જોઇએ, એમ જો સ્વીકારીએ, અને પછીથી એ દૃષ્ટિને આડે ન આવીએ પણ તેને સહાનુભૂતિપૂર્વક સમજવા યત્ન કરી તેની પ્રવૃત્તિઓને થવા દઇએ, તો આપણે બાળકને તેની દૃષ્ટિથી સમજશું; તેા ખાળક આપણી દૃષ્ટિ પણ સમજશે. આ રીતે પરસ્પરની દૃષ્ટિએ સમજાતાં વધારે વિશ્વાસ આવશે, અને પરિણામે વધારે નજીક પણ આવશે અને તેથી જ વધારે આગળ વધાશે.