આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

[૧] મારી સાથે કેમ નહિ ? વાત કરતાં ગજાનને કહ્યું : “ રમણલાલ ! આ તારાં છેકરાં તારી સાથે ઝટપટ વાતો કરે છે ને પૂછવું હાય તા પૂછે છે; તારી આસપાસ કૂદે છે ને નાચે છે, ને તને આ ખતાવે છે ને તે બતાવે છે. ને મારાં છેાકરાં તા એવાં જરા યે નથી નથી મારી સાથે છૂટથી બાલતાં કે નથી કંઈ સવાલા પૂછતાં; નથી તેઓ કહેતાં કે પોતે શું વાંચે છે કે શું લખે છે, ને રમે છે કે ભમે છે. આનું કારણ શું હશે ? ºv રમણલાલે કહ્યું: “ખરું કારણ કર્યું હશે તે એમ પૂરા સહવાસ વિના કેમ કહેવાય ? પણ કંઈ જોઉં છુ', જાણુ છું તે ઉપરથી કહીશ. મને એમ લાગે છે કે એમાં છેાકરાંઓના વાંક નથી. વાંક કહીએ તા તારા છે. અને એક રીતે એ વાંક પણ અણસમજ કે અણુઆવડત છે. ગજાનન કહે : “ કઇ ? કહે જોઈએ ? ” રમણલાલ : ૮ એ તારી છેાકરાંએ સાથે પહેલેથી ન ભળવાની ટેવ. તું જાણે અમલદાર. નાકર, ચાકર વગેરે ય તારાથી દૂર ને દૂર. બીજા નીચેના અમલદારાપણુ દૂર ને દૂર. તારા સ્વભાવ પણ અમલદારશાહી. આમ માઢું ગંભીર રાખીને બેસી રહેવાના. પણ છેાકરાંઓને એવા સ્વભાવ નથી ગમતા; તેઓ એવા માણસથી દૂર ભાગે છે. ” ૧