આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૪
 

૧૨૪ માબાપ થવું આકરુ‘ છે પણ બાળકને હમેશાં ખચી લેવરાવવી કે લેવી ગમતી નથી. બાળકને કાઈ કાઈ વાર ખચી લઈએ છીએ ત્યારે તે અત્યંત ત્રાસ પામે છે. એમ જ કાઇ વાર આપણે તેની પાસે મચી લેવરાવીએ છીએ તેા તે ના પાડે છે, ને પરાણે ખચી લેતાં તે હિજરાય છે. માટે પરસ્પરના પ્રેમાકર્ષીણને લીધે જ્યારે ખચી લેવા પરસ્પર દોડે ત્યારે જ તેને ખરા અવકાશ છે; ત્યારે જ માબાપને અને બાળકને આનંદઅનુભવ થાય છે. અને છતાં આપણે બાળકને પોતાને ઉમળકા આવે ત્યારે આપણને ખચી લઇ લેવાના હક્ક આપીએ. કેમકે નકાર કરવાથી તેને કેટલું નુકસાન થશે તે આપણે સમજીએ છીએ. પણ બાળક અણસમજુ છે માટે તેની લાગણી દુખાય તેવુ હાય ત્યારે આપણા તીવ્ર વેગ પણ અટકાવીએ, અને સચમ વડે આપણી ઉત્કટતા ઊંચે ચડાવીએ. આ બધું ખચીની ખામતમાં વિચારવા જેવું લાગે છે. મથાળે આપેલા નાના એવા પ્રસંગને લીધે આટલુ વિચારવાનું સૂઝયું. એટલામાં તા બાળકાએ હાથમાં ધાઈ લીધાં હતાં, અને નાની રસુ પોતાના ગાલ ઘસીને લૂતી હતી, કેમકે તેને કાકીની ખચી માની ખચી જેવી મીઠી નહાતી લાગી; તેને તા ખચીની હૂંફ્ લાગવાને બદલે થૂક લાગ્યું હતુ' !