આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૫
 

[૩૫] બાળકા અને મહેમાના ઘરની નાનીશી દુનિયામાં નાનાં બાળકા સામે નવા માણસ ‘ મહેમાન ’ છે. આ મહેમાન બાળકેાનુ' યાન તુરત જ ખેંચે છે, બાળકાની કુતૂહલવૃત્તિ જગાડે છે અને બાળકાને તે અભ્યાસ રૂપ થઈ પડે છે. પરિણામે મહેમાન બાળકને જાગૃત કરી જાય છે, સારીમાઠી બાબતાની છાપા પાડી જાય છે, બાળકાના કુમળાં જીવનમાં તાત્કાલિક અને કેટલીએક વાર કાયમી નુકસાનનાં બીજો રાપી જાય છે. બાળકા તેને પેાતાનાં માબાપના જાણીતા, મિત્ર રૂપ, સગે કે સ્નેહી સમજીને તેની પાસે જાય છે, તેની સાથે વાતા કરે છે, તેને પોતાની વાર્તા કહે છે, ઘરની વાર્તા કહે છે, ખા અને બાપાની વાત પણ કહે છે; ઉપરાંત તેઓ મહેમાના પાસેથી વાતા સાંભળે છે. તેઓ જાણતાં નથી કે મહેમાના જે વર્તન રાખે છે તે ઇષ્ટ છે કે અનિષ્ટ; મહેમાન જે વાતા કહે છે તે સારી ગણાય કે નઠારી; મહેમાન જે રીતે તેમની સાથે વર્તે છે તે સારું સારું ગણાય કે નઠારું; કારણકે બાળકા મહેમાનાને અત્યંત વિશ્વાસથી પેાતાના ગણે છે. ઉપરાંત ‘ મહેમાન ’ એક નવી જ વ્યક્તિ હાવાથી તેનું બધું નવું જ લાગે છે, અને તે નવીનતાને કારણે બાળકા તે જોવા-જાણવા લલચાય છે. અજાણુ બાળકોને ખ્યાલ નથી હાતા કે બધી નવીનતા સારી નથી હાતી; ઘણી વાર તેા તે ભયંકર હાય છે. મહેમાના બાળકાને પરાણે પરાણે પાસે ખાલાવે છે; તેમના હાથ પકડે છે, તેમને ગલીપચી કરે છે, તેમને