આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૪
 

૧૩૪ માબાપ થવું આકરુ છે માંડ એ પાંચ ટીપાં પડે. ખાપુને ઉતાવળ થઈને બાપુ ખેડૂત હતા ત્યાં આવ્યા. બાપુને જોઈ ખેડૂતનુ‘ માં વીલું પડી ગયું. શેરડી કાપે પણ પ્યાલા ભરાય નહિ ! , , ‘ બાપુ ! આ નથી સમજાતું, આમ કેમ થાય છે તે. ” બાપુએ જ કહ્યું : “એનું કારણ તે હું જ છું. તે મને શેરડીના રસ પાયા ત્યારે મને થયુઃ ‘ અહા! આ ખેડૂતને ત્યાં આવું અમૃત છે તેા એ કેટલા દ્રવ્યવાન હશે ? કેટલા સુખી હશે ? ખસ, આની પાસેથી તે કર ખમણા-ચાગણા લેવા જોઈએ.’ આ વિચાર થયા એટલે મારી નીતિ બગડી. મારી રાજાની જે અમીષ્ટિ જોઇએ તેમાં ઝેર ભળ્યું; ને એજ આ રસ નથી નીકળતા એનુ કારણ છે!” આ અમીષ્ટિ એ ભારે મહત્ત્વની વસ્તુ છે. ખેતરના પાક ખાતરપાનથી તા થાય છે, પણ ખેતરને શેઢે કે માળે બેઠેલો ખેડૂત પોતાના લીલા હરિયાળા ખેતરને જોઇને મલકાયા કરે છે, અંતરમાં રાજી રાજી થાય છે, ને હાંશે હોંશે પક્ષીઓ ઉડાડે છે ને પાણી પાય છે, ત્યારે તે ખાતરપાનનું ચે ખાતરપાન-પોતાનું અમીભર્યું અંતઃકરણ રેડે છે. અને તેનાથી તા આખા પાક પાષાય છે. જેણે પેાતાનાં ઉછેરેલાં ફૂલઝાડા ને ફૂલવેલીઆની સામે જોઇને ઊભેલા માળીને જોયા હશે તે કહેશે કે માળી માળે એકલા પાણી ને ખાતરથી ખાગ નહિ કરતા હાય; એની મીઠી નજર એનાં ફૂલાને હસાવતી હશે, એના કામળ સ્પ વેલેાની પાંદડીએ પાંદડીએ રસ મૂકતા હશે. માળી ફૂલ જોઈને હરખી ઊઠે છે. કેાઈ ફૂલને તાડે તા એના જીવ કળીએ કળીએ કપાય ! પાતે ફૂલને તાડે તાપણુ કેટલી