આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૮
 

૧૩૮ માબાપ થવુ.. આકરુ છે જાય છે, ત્યારે આપણે તપાસવું જોઇએ કે આનું કારણ આ પણું ટાકવું તે। નથી ? આનું કારણ આપણે એની પ્રવૃત્તિ- આ જોઈને રાજી નથી થયાં એ તે નથી ? આનું કારણ આપણી સહાનુભૂતિના અભાવતા નથી ? અમીદ્રષ્ટિના અભાવનાં આ બધાં લક્ષણા છે. અમૃતની દૃષ્ટિ અને વિષની દૃષ્ટિ જાડી અને ઝીણી બને છે. બાળકને પ્રસન્નતાથી ખેાલાવીએ ને જવાબ આપીએ એ જાડી દૃષ્ટિ; ખાળક કાંઈ કરે અને તે પ્રેમથી નિહાળીને મનમાં ખુશી થઈએ—ભલે બાળકને તેની ખબર પણ ન પડે, તે ઝીણી દૃષ્ટિ. બાળક આપણી પાસે ઈનામ નથી માગતું પણ કદર માગે છે; ખાળક આપણી પાસે ઇનામ નથી માગતું પણ આપણે રાજી થયાં છીએ તેટલું તા માગે જ છે. બાળક આપણને કહેતું નથી કે બધું અમારું જોયા કરો ને પાસે બેસી રહેા; તે એટલું જ માગે છે કે આપણે તેની સામે નથી જોતા એમ નથી, પણ તેની સન્મુખ જ છીએ; ને જ્યારે તે આવશે ત્યારે હેતથી વધાવીશુ' ને શાંતિથી સરલ ને સ્નેહ- ભર્યા ઉત્તર આપીશું; મુશ્કેલી હશે તા દૂર કરીશુ અગર દૂર કરવામાં મદદ કરીશુ. વિષની જાડી દૃષ્ટિ એટલે કે આપણે ખાળકના પ્રયત્નને હડધૂત કરીએ, મૂરખ ગણી હસી કાઢીએ વગેરે. વળી, ભલે આપણે બાળકને કશું કડવુ. વેણુ કહીએ નહિ, પણ જો આપણી આંખ તેને નિસ્તેજ જણાય, આપણા ચેહરા તેને આદર ન આપતા હાય, આપણી વાણી તેને ઠંડડી ને સૂકી લાગતી હોય, આપણું વર્તન તેને સમજાતું ન હોય, આપણી રીતભાત ખડબચડી તેમ જ અવગણનાભરી હાય, તા બાળક- ને તે બધું દુઃખરૂપ થાય છે. એ બધું આપણે ત્યારે જ કરીએ