આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

મારી સાથે કેમ નહિ ? ૫ ગજાનન : “ એ ત્રિવેણીબેન તા ભારે વાતા કરે છે. ખાળકાના સ્વભાવ એ ખરાખર જાણતાં લાગે છે.” - રમણલાલ : “ એ તેા આપણે જરા એ તરફ મન કરીએ તા આપણને પણ ધીરે ધીરે સૂઝે. આપણે એ બાબતમાં આંધળા રહીએ છીએ તેથી બધુ બગડે છે. ” ગજાનન : “ વારુ, રમણલાલ! આજ તો મને ખૂબ નવું મળ્યું. એમ તેા મારે હરસુખ અને ચંદ્રા સાથે કેટલી ચે વાત થઈ શકે તેમ છે. તે ક્રિકેટ રમે છે, સિનેમા જુએ છે, નાની નાની વાર્તાઓ વાંચે છે. ”

રમણલાલ : “ હું, હવે બરાબર નજર પહેાંચી. એમાં જ એમની સાથે વાત કરવાનુ' કેટલું ચે છે. ને મજા તા એ છે કે એમના જ વિષયની વાત કરતાં કરતાં આપણે તેને ખબર ન પડે તેમ કેટલાં ચે નવાં દૃષ્ટિબિંદુ બતાવી શકીએ છીએ. અને એમ ઉપદેશથી કે હુકમથી તેને ગળે ન ઊતરે તેવું આવી આવી વાત વાતમાં તેઓ કેટલુ* ચે લઇ લે છે. ” ગજાનન : “સાચી વાત; સાચી વાત. ,, 66 રમણલાલ : ‘વારુ ત્યારે, આથી વધારે હવે ખીજી વાર મળીએ ત્યારે વિચારશુ. ” ગજાનન : ‘વારુ. રામરામ ! ”