આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૭
 

આનું તે કરવુ શુ ? સુમતિબાઇએ લક્ષ્મીબેનને કહ્યું: “ એન! મારે આનું તે કરવું શું? જયારે પાટલા નાખશે ત્યારે પછાડીને નાખશે. દસ વારમાં નવ વાર તા એમ કરશે જ કરશે. આ સવિતાથી તા કટાળી ગઈ ! [ ૮ ] લક્ષ્મીબેને પૂછ્યું : “ હું બેન ! તેં કોઈ વાર એને ધીમેથી, પછાડવા વિના પાટલા નાખવાનું કહ્યું છે ?”

પણ સુમતિમાઇએ જવાબ આપ્યા “ એક વાર નહિ અનેક વાર કહ્યું છે. જ્યારે જ્યારે પાટલા પછડાય છે ત્યારે ત્યારે કહેલુ જ છે. ” 66 પણ બેન ! કેાઈ એકાદ વાર જ્યારે પાટલા ધીમેથી મૂકે છે ત્યારે તે કહેલુ‘ છે કે ‘ હા, આજ । ઠીક થયું ને પાટલા ધીમેથી નાખ્યા ! ”

ના, ખા ! એમ તા નથી કહ્યું. ને એમ તે શાનું કહે ? કાઈવાર ભૂલેચૂકે ધીમેથી પાટલા નાખે એમાં શું વળ્યું ? ” “ નહિ બેન ! તુ ભૂલે છે. તું જ ભૂલે છે એમ નહિ, પણ આપણે સૌ ભૂલીએ છીએ. બાળકાથી જે ભૂલ થઈ જાય છે તેના જ તરફ આપણે તેનું ધ્યાન ખેંચ્યા કરીએ છીએ; ને તે એટલી બધી વાર ખેચ્યા કરીએ છીએ, કે બાળકની એવી માન્યતા થઈ જાય છે કે પોતે ભૂલ જ કરે છે તે ખીજી તેનાથી કશું બનવાનું જ નથી ! આવી માનસિક સ્થિતિ થતાં ખાળક વધારે ને વધારે ભૂલા કરે છે ને વધારે ને વધારે ઠપકા ખાય છે. ખરી રીતે બાળકા જેમ ભૂલેા કરે