આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૬
 

માબાપ થવું આકરુ છે મને લાગ્યું માને બાળક ખાટનું કે બહુ પ્રિય હશે; ને સાથે જ તેને થયુ' હશે કે રખે ને મારેા દીકરા પાણીમાં પડે ને ડૂમીને તણાઈ જાય ! ૩૬ એશક અહીં માનતા પુત્ર પ્રત્યે પ્રેમ જ છે; તેની સાચવણુ માટે જ તેણે બાળકને પાણીમાં પડવાની ના પાડી છે. અને ખરેખર બાળક પાણીમાં પડયા વિના ઘેર પહેાંચશે એટલે મારે તે પોતાની શિખામણ આપીને માકલવાની કે મનાઇહુકમ કાઢવાની રીતિમાં વધારે વિશ્વાસ બેસશે. પણ આ તા માતાની દૃષ્ટિએ. તેની પાછળ બાળકની દૃષ્ટિએ માતાના જે આ પ્રેમ હૃદયની લાગણી છે તેના ઇન્કાર ન કરી શકાય. છતાં એમાં અજ્ઞાન છે અગર તા પ્રેમની લાગણીની વિકૃતિ છે. માના મનમાં સહજ હાય છે કે પેાતાનું બાળક સુરક્ષિત રહે; પણ એ સાથે જ માનુ' મન માગે છે તે માગવું જ જોઇએ કે મારું બાળક શરીર, મન અને સર્વ શક્તિમાં વિકાસ પામે. બાળક પરત્વેનું અતિ મમત્વ આડે આવી તેના જ વિકાસમાં ઊભું રહે તા તે માતૃપ્રેમ નથી પણ માતૃસ્વાર્થ છે. બાળકને કશી ઇજા થાય એ જોવા મા ન માગે; પણ સાથે જ બાળક નિષ્ક્રિય અને અશક્ત રહે તેની ચિંતા મા ન રાખે તા માની બુદ્ધિ અને લાગણી અવિકસી અને અંધ ગણાય. ધારા કે પેલા ભાઇ વીશ વર્ષની ઉંમરે તરતાં ન આવડ- વાને કારણે જ એકાદ પૂરમાં તણાઇ જાય છે, જ્યારે તેના સાથીએ નદીમાં પડીને નિર્ભય બની આસ્તે આસ્તે તરતાં શીખ્યા છે તેથી તેએ મચી જાય છે. તે વખતે આ માતા- ના મનને શુ થશે ? તે કપાળ ફૂટી કહેશે: “ અરે, હુ' કેવી