આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૯
 

નાહવાની ના પાડી છે. ૩૯ પેલા ખીજા ખાળકા ઘેર જઇ માને અને બાપાને કહેશે : “ અમે તે આમ નાહ્યા ને તેમ નાહ્યા. અમને તરતાં આવડ્યું. અમે પાણીમાં ડૂબકી ખાતા હતા. અને પાણી ઉડાડતા હતા!” બા અને બાપાને તે સાંભળી આનંદ થવાના. હવે આ ભાઈ ઘેર જઈને શુ કહેશે ? મા પૂછશે : “ પાણીમાં નાહ્યોતા નહાતા ના?’ બાળક કહેશે: ના. પરંતુ તેને પેલી નદી વગેરે યાદ આવશે ત્યારે તે તે રડી પડશે. તે કહેશે : “ તે મને નાહવાની ના પાડી'તી !” ,, મા ઊલટી વઢશે ને કહેશે : “ શું કામ રડે છે? ન નાહ્યો એ જ સારુ કર્યું. મારું માન્યુ. તા કેવા ડાહ્યો કહેવાય! એ તા કાઈ તણાઈ ન ગયું, પણ વખતે તણાઈ ગયું હાત તા ? ” ખાળક માતાની ઝેરી દલીલમાં પાછા સપડાશે. રડવાનું સમાધાન થશે. તે કહેશે : “ હાશ ! ઠીક થયુ. ડૂબી તે ન ગયા ! ” તે માટો થશે; કદી ડૂબી જશે જ નહિ. તે પેાતાનાં બાળકોને પણ પાણીમાં જવા દેશે જ નહિ; કારણકે તે ડૂબી જાય !