આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૪
 

૪૪ માબાપ થવું આકરુ છે જણાય છે કે તે એમ માને છે કે “ પોતાથી તે ન બની શકે. પોતે કેમ કરી શકે ? ” મારા અનુભવમાં આવા ઘણા દાખલા આવ્યા છે. તેમાંના એક બસ થશે. ચંદુભાઈની માએ એનામાં અવિશ્વાસનું ઈન્જેક્શન કરેલું. તેને મેં કહ્યું ૮ ભાઈ ! ચાલેા આ પુલ ઉપર. ’’

તે કહે : “ મારાથી નહિ અવાય. ડૂબી જાઉં. મેં કહ્યું : “ કાણુ કહે છે ? ” “ મારી મા કહેતી હતી. ” ચંદુભાઈ! પેલા પથરા લાવા. ” ′′ ‘ હું નહિ લાવુ', ' કેમ ? ” “ મારાથી નહિ ઊપડે. ’ “કેમ જાણ્યું ?” મારી મા કહે છે કે મારાથી ન ઊપડે. ” 66 પણ હુ' કહુ છું કે ઊપડશે. ચાલા, આપણે ઉપાડી જોઇએ. ’’ છેવટે મે એની સાથે રહી એ કામ થઇ શકે છે એવી તેને ખાતરી કરાવી ત્યારે તે હસ્યા ને પછી વિચારમાં પડ્યો. તે દિવસથી તે છેાકરામાં ઘણા ફેરફાર થયા. ગયેલી શ્રદ્ધાનું કિરણ તેનામાં ફરી વાર પ્રગટયુ. આપણે બાળકોમાં અશ્રદ્ધા પેઢા કરી તેમને અશક્ત કરી નાખીએ છીએ. ખરી રીતે બાળકમાં આપણા અવિશ્વાસ કે અશ્રદ્ધા એ આપણા પેાતાનામાં જ અવિશ્વાસ કે અશ્રદ્ધા છે.