આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૭
 

ટાંકણી અને સ્વાભાવિક વૃત્તિને અનારોગી અને માંદી કે વિકૃત કરી નાખીએ છીએ. જ્યારથી આપણે બાળકમાં રહેલી કામ કરવાની, કહ્યું કરવાની, આપણને સાંભળવાની વૃત્તિને રોકીને અટકાવીએ છીએ ત્યારથી ટોકવાનું કામ શરૂ થાય છે. એક વાર બાળકના સ્વાભાવિક જીસ્સા રાકયો એટલે તે પાછું પડયું; તેને આઘાત પહેાંચ્યા; તે પાછું વળ્યું; તેના કાન મધ થયા; તેના ઋ'તરમાં આપણા અવાજ જતા અટક્યા. આપણે જ તેના કાન બહેરા કર્યા અને આપણે જ તે નથી સાંભળતું તેની ફરિયાદ કરવા બેઠા ! તેના ઉપાય પૂછવા નીકળ્યા ! આપણે જ તેને માંદું પાડયું ને દવા આપવાની શરૂઆત કરી. પરંતુ પ્રશ્ન એ છે કે રાગ લાગુ થયા તેનુ શુ? જેમ જેમ ટાંકણીના ડોઝ વધારતા જઈએ છીએ, તેમ તેમ તે વધારે ને વધારે નીંભરું થતું જાય છે. અને ખરાખર આમાં જ ન સાંભળવાના, ન માનવાના માનસિક રાગ જડ ઘાલી બેઠાનું મૂળ છે. બેશક દરેક વધારેલા ડોઝથી બાળક થાડા વખત સાંભળશે, માનશે; પરંતુ જેમ ખીજા ઉત્તેજકાથી શરીર આખરે પાછું પડે છે, તેમ જ ગાળા વગેરે ટાકણીથી ઉત્તેજિત થયેલ મન પાછુ' પડે છે ને વધારે મંદ થતાં વધારે ટાકણી માગે છે. આખરે તેા તે સાવ હાથથી જાય છે. તેને કશા શબ્દોની અસર થતી નથી–જેમ આખરે કોઈ પણ દવા પેટમાં રહેતી જ નથી તેમ. 3 આપણે ટાકણીના ઉત્તેજકાથી બાળકને દૂર રાખીએ. તેને દવાને બદલે હવા આપીએ. તે જ્યારે સ્વાભાવિકપણે આપણું કહ્યું કરવા અને સાંભળવા તૈયાર હોય છે, ત્યારે તેની તેમ કરવાની મરજી અને શક્તિને વધારીએ; અને જ્યારે તેમ કરવાની મરજી ન થાય ત્યારે તેને છેડી જ ઇએ.