આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૮
 

[૧૫] અપાવી દે રડતી રડતી ચંદ્રા બા પાસે આવીને કહે : “ કનુ પાસેથી કાતર અપાવી દે.’ ચંદ્રા નાની હતી; કનુ મેાટી હતી. કનુ કાતરથી કાગળ કારતી હતી. ચંદ્રાને એની જેમ કરવુ' હતું. ખાએ ઘાંટા પાડી કહ્યું : “ એ કનુ ! આપી દે એને કાતર !” 66 તુ ખા મારે કાતરવું છે; મારે ભાત પાડવી છે.’’ ખા કહે : “ પણ, આ ચંદ્રા રાવે છે એ જોતી નથી ? આવડી માટી થઇ પણ નાની બે’નને રાવરાવતાં શરમ નથી આવતી ? ” કનુને કાતર આપી દેવી પડે છે. ચંદ્રા કાગળ લઇ કાપવા બેસે છે. કનુ ચિત્ર કાઢે છે; વાટરકલરની પેટી અને પીંછી સામે પડેલાં છે. ચંદ્રા કનુ પાસે જઈ બેસે છે ને કહે છે : “ મને પીંછી આપ. ,, કનુ કહે : “ હું નહિ આપુ'. મારે ચિત્ર કાઢવાં છે. તને પેટી વાપરતાં ન આવડે. ” ચંદ્રા કહે : “ હુ' ખાને કહીને તારી પાસેથી લેવરાવીશ. ન આપ તેા ખાને કહું. જોજે, બા ન અપાવે તે !” ચંદ્રા ખાને કહે છે : “ બા ! મને કનુ પાસેથી પેટી ને પીંછી અપાવ ને ? મારે ચીતર કાઢવાં છે. ” ખા કહે : “ તારે ચીતર ન હોય; તુ’ નાની છે. ”