આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૨
 

પર માબાપ થવું આકરું છે લાભ નથી. પેાતાની કેવળ યોગ્યતાની બહાર જઇ બાળક કઇંક કરવા માગે તે તેમાં તેને નુકસાન જ છે. પેાતાની કઇંક યોગ્યતા હોય ત્યારે થતું અનુકરણ શીખવાના પ્રયત્નરૂપે છે. નાનાં બાળકો જ્યારે મોટાંએ જે કરે છે તે કરી શકતાં નથી, કરી શકવાનાં નથી તે છતાં તેમ કરવા માગે છે, ત્યાં આપણે તેમને તેમ જ કરવા દેવા માટે માટાં પાસેથી અપાવી દેવું ન જ જોઈએ. કાં તે તેમને મેટાંઓના કામને જોવા બેસારી- એ, અગર તેમને તે કામમાં મદદગાર બનાવીને જોડીએ; જેમ કે રંગકામ ચાલતું હાય તા પાણી લાવવાનું કે પીંછી ધાવાનું, અગર તેા તે કામને બદલું બીજું તેવું જ કામ તેને આપીએ. ગમે કરીએ પણ બીજા પાસેથી અપાવી તે ન જ દઈએ. અમુક વસ્તુ ખાળકને જોઇએ છે ને તેને જરૂરની છે એમ લાગે ત્યાં પણ, તે જોઇએ છે માટે જ બીજા પાસેથી અપાવી દેવી ન જોઈએ. તેને વસ્તુ મળ્યાના લાભ થાય તેના કરતાં અપાવી દેવરાવવાની ટેવ પડે તેવું નુકસાન વધારે છે. બાળક- ને તેવી ખીજી વસ્તુ હાય તા આપવી નહિતર તેને તેના વારા આવે ત્યાં સુધી રાહ જોવાનુ' કહેવું. આપણને જોઈએ છે તેા ઘણું, પણ જીવનવ્યવહાર જ એવા છે કે જે ઈચ્છયુ* તે તરત જ મળે તેવી શક્યતા નથી. તે જ સામાન્ય નિયમ અહીંથી જ બાળકના ખ્યાલ ઉપર ભલે આવે. બાળકને ખીજી ચીજ આપી શકતાં ન હોઇએ, અથવા તા બાળક માગતુ હોય તેને માટે તે લાયક ન હાય, તો તેને અણુછૂટકે રડવા દઇએ પણ ખીજા પાસેથી અપાવીએ તે નહિ જ. આપણને ખીજા પાસેથી અપાવી દેવુ સહેલુ પડે છે. મોટા બાળક ઉપર હુકમ ચલાવી શકાય છે; તેને સહેલથી