આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૫
 

તૈડકાં બાળકા ૫૫

ઇંદુ : “ મને તા એ નાકરાનુ કારણ લાગે છે. રિવ જ્યારે નાના હતા ત્યારે આપણે પટાવાળા ન હતા. આપણે એને ફરવા લઈ જતાં ત્યાં પણ એ પગ હલાવી હેઠે ઊતરતા ને આપણે એને ચાલવા દેતાં. તે દિવસ આટલું બધું કામ પણ નહોતું કે ઝટ ફરીને પાછું જવાનું હોય, ને તેથી તેની પાછળ પાછળ આપણે ન ચાલીએ. રિવ ઘરમાં પહેલા ને તેથી બહુ લાડકા હતા. આપણે તે દિવસ બાળઉછેરમાં બહુ ન સમજતાં, પણ એની નાની નાની ને કાલી કાલી ગમ્મત જોવાની આપણને બહુ મજા પડતી. તે નાની નાની ટાંટુડીઓ ટકાવતા ટંકાવતા આગળ ચાલતા ને આપણે તેની પાછળ ચાલતાં. તે કીડી જોવા ઊભા રહેતા, આપણે તેની પાછળ ઊભાં રહેતાં, મેાર જેવા તળાવની પાળે બેસતા તા આપણે પણ સાથે જ બેસતાં. એને તેડવાની જરૂર નહેાતી ને આપણે એને તેડતાં નહિ. એથી એ તૈડકા ન થયા. પણ આ રસુ આવી ત્યારે ઘરમાં નાકર આવેલા. બીજાએના નાકરા છેાકરાંઓને તેડીને ફરવા જતા જોઇને તને પણ માહ થયેલા કે આપણા ખાળકને પગે ન ચલાવાય; નાકર છેાકરું તેડીને પાછળ પાછળ ચાલે એમાં તે શાભા અને સભ્યતા માની. છેાકરુ પણ તેથી જ વધારે રાજી થશે એમ લાગેલુ. મનમાં નેકરની મેાટાઈ એટલે આ ભૂત વળગેલું. રમુને ચાલવાના કેટલા બધા શાખ હતા તે આપણે નજરે જોયું છે. ઘર પાસેનાં પગથિયાં ઉપર તે કેટલી બધી વાર ચડઊતર કરતી ? પણ નાકરે તેડવા માંડી ત્યારથી તેડાઈને તેના પગ હરામના થઇ ગયા. તેણે પગે ચાલવાના આનંદ અને શક્તિ અને ગુમાવ્યાં! તળિયાં સુંવાળાં થયાં. નાકર તેડે તેમાં કંઈક માટાપણું છે, તેના તેને પણ ભાસ થયા; તેથી તન સાથે મન પણ હરામી થયું અને પછીથી તે તે ઘરમાં પણ કહેતી : ‘ તેલા, તેલા !’ એ