આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૦
 

માબાપ થવુ આકરુ છે વહેમી મન વહેમ પડતાં ડરી જાય છે; અમ’ગળની ચિંતામાં ધ્રૂજી ઊઠે છે; ભયભીત થઈ પરસેવાથી નાહી જાય છે. ઘડીકમાં તા કલ્પનામાં તે કેટલું ય દુઃખ અનુભવી લે છે. ૬૦ વહેમી એટલે માની લે તેવા; પ્રમાણ માગ્યા વિના ગમે તે વાત સ્વીકારે તેવા. વહેમીને વહેમ નાખવા જોઇએ. આપણે કહીએ : “ જોજે, હનુમાનને હાર નહિ ચડાવે તા હનુમાન કાપશે. ” “ મેલડીને લાપશી નહિ માન તે। મેલડી નડશે. ” “ એ તેા ચૂલા ઠાર્યા નહાતા એટલે શીતળા રૂઠયાં અને તેથી દીકરાને શીતળા નીકળ્યાં. ” વહેમી બધુ…. સાચું માનશે ને કહેશે : “ આ તા સાચી વાત. "" વહેમી માણસ એટલે નિર્મળ તર્કબુદ્ધિના અસ્વીકાર કરનારા માણસ “ એમ શા માટે ? મારી ખાતરી કરાવી આપેા તા જ હું માનું.” એવું વહેમી માણસ નથી પૂછતા. વહેમી માણસ એટલે અશાસ્રીય મનવાળા માણસ. “ ગમે તેમ કહે! પણ મારે તા જાતે તપાસવું જ પડશે. ન સમજાય ત્યાં સુધી તટસ્થ રહેવુ… હું પસંદ કરીશ. ” એમ વહેમી કદી નથી કહેતા. વહેમી તા તપાસ્યા વિના જાદુખેલા વગેરેમાં મત્રતત્ર ભાળે છે, જ્યારે વહેમમુકત જાણી શકે છે કે તે બધું દવા વગેરેથી કે યુક્તિપ્રયુક્તિથી કે હાથચાલાકી- થી બને છે. વહેમી મન એટલે અંધશ્રદ્ધાવાળુ' મન. એટલે જ તા વહેમી માણસ શાસ્ત્રવચનને અફર વચન માને છે; દેવા અને પરીએની વાતાને સાચી ન માનનારને નાસ્તિક ગણે છે; ભૂતપ્રેતની વાતાના ખીજો ખુલાસેા શેાધવાની ના પાડે છે. માટે ભાગે આપણે વહેમનું જીવન જીવીએ છીએ. અત્યારના ધર્મના મોટા ભાગ એક વહેમ છે. પાખ′ડી લેાકે