આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૧
 

વહેમનુ શિક્ષણ ૬૧ ધર્મને નામે વહેમી પ્રકૃતિના લાકાને ગેરલાભ ઉઠાવ્યા કરે છે. આપણે બાપદાદાને કારણો પૂછયાં; જવાબ નથી મળ્યા; હવે આપણે પાતે જ આપણા અનેક વહેમાનાં કારણેા પૂછીશું ? અને તે આપણે માટે નહિ તે આપણાં બાળકાને માટે પૂછીશુ ? ખાળકાના પ્રશ્નોના ઉત્તરમાં આપણે કારણો આપવા પ્રયત્ન કરીશું ? વહેમ છેક ખાટા છે, એની ખાતરી આપણે જાતે જ કરી લઇએ. સાયલા એક ગામ છે; એનું રાજ નામ લઈ જોવાથી ખાતરી થશે કે એનું નામ લેવાથી કંઈ થતું નથી. ચીખરી પાતાના માટે જ લે છે. આંખ ફરકવાનું કારણ શારીરિક અવ્યવસ્થા જ હોય. આમ વહેમાને તપાસીએ તા આપણે આપણી બેઅક્કલ માટે હસીશુ. બાળકા આપણી પાસેથી ઘણું શીખે છે; આપણે શીખવીએ છીએ તેના કરનાં જીવીએ છીએ તેમાંથી તે ઘણુ' વધારે શીખે છે. માર્ગમાંજે વહેમે છે તે નિશાળમાંથી નહિ પણ ઘરમાંથી માખાપના પ્રત્યક્ષ વહેમામાંથી આવ્યા છે. આપણે આપણાં બાળકોને વહેમનું શિક્ષણ આપવું છે ? તેમને બીકણ અને માની લે તેવાં બનાવવાં છે ? તેમને શાસ્ત્રીય દૃષ્ટિ વિનાનાં અને તક રહિત બુદ્ધિવાળાં બનાવવાં છે? એમ ન કરવુ… હાય તા આપણે એક પણ વહેમમાં માનીએ નહિ, ને કાઇને મનાવીએ નહિ.