આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખીજી આવૃત્તિનું નિવેદન પ્રસ્તુત પુસ્તક મુ. સ્વ. શ્રી ગિજુભાઇના શિક્ષણવિષયક પુસ્તકામાંનુ એક છે. શ્રીદક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર બંધ થવાની સાથે જ કેટલાંએક પુસ્તકે અપ્રાપ્ય થઈ ગયાં તેમાંનું આ એક છે. હવે, અમે એવા વિચાર કર્યો છે કે મુ. સ્વ શ્રી ગિજુભાઈનાં શિક્ષણવિષયક તથા શિક્ષકા તેમ જ માબાપોને ઉપયોગી એવાં બધાં પુસ્તકનું ધીમેધીમે પુનર્મુદ્રણુ કરવું. જે જમાનામાં આ પુસ્તક લખાયું તેમાં અને આજના જમાના- માં બાળકા સાથે વર્તન કરવાની દૃષ્ટિમાં હજુ બહુ કાંઈ માટા ફેર પડ્યો હોય તેમ લાગતું નથી. શિક્ષણવિષયક ચર્ચાએ ઘણી થતી હશે તેમ જ નવાં પુસ્તક પણ લખાતાં હશે. પણ માબાપાને તેમનાં રાઝિંદા જીવનવ્યવહારમાં બાળા સાથે કામ પાડવા અંગેની સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં સૂચનાની પુસ્તિકાએ હજી સુધી બહાર પડેલી જોઈ નથી. માનસશાસ્ત્રની અધરી જડબાંતાડ પુસ્તિકામાંથી સામાન્ય જનતા કશું સુચાટ માદન ન મેળવી શકે, બાળકની અનેકવિધ વઢ્ઢાની સાથે કામ પાડવાની બાબતમાં માબાપે પાસે સ્પષ્ટ અને મુદ્દાસરની સૂચનાઓ આપેલી પુસ્તિકાઓ હાવી જોઇએ; અને એમાં પણ પ્રસંગા, ભાષા અને લખાણની શૈલીમા લાકભાગ્ય અને હૃદયંગમ પતિમાં રજૂ કરવાનું કામ મારી નમ્ર માન્યતા મુજબ મુ. સ્વ. શ્રી ગિજુભાઈ સિવાય બીજા ક્રાઇએ કર્યું જાણ્યું નથી. આજની આપણા દેશની સતામુખી પુનર્રચનામાં આવાં પુસ્તકા જનસમાજને ખૂબ જ ઉપકારક થઈ શકે તેવી સ્પષ્ટ સમજણુ સાથે આ પુસ્તક બહાર પાડવાની જરૂર યત જોઉં છું. આશા છે કે મારી આ ઇચ્છા પૂણ થશે. માર્ચ, ૧૯૫૬ } નરેન્દ્ર બધેકા